જાણો રાત્રી કર્ફ્યુ ભંગ બાદ કેટલાના મોર બોલી ગયા ?રાત્રીના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો પ્રારંભ

GUJARAT Publish Date : 22 November, 2020 01:05 AM

જાણો રાત્રી કર્ફ્યુ ભંગ બાદ કેટલાના મોર બોલી ગયા :રાત્રીના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ

 
રાજકોટ 
( મયુરી સોની )
રાજકોટમાં શનિવારે રાત્રીના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો પ્રારંભ શરૂ થયો છે ,કર્ફ્યુ લાગુ થવાની સાથે જ પોલીસ એક્શનમાં આવી છે , 35 થી વધુ જવાનો, અધિકારીઓ,સહિતના બંદોબસ્તમાં જોડાયા છે ગઈકાલે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ કર્ફ્યુ બંદોબસ્તની સમીક્ષા કરવા માટે શહેરમાં વિવિધ પોઈંટ ઉપર પહોંચ્યા હતા , ગઈકાલે રાત્રીના કર્ફ્યુ છતાં પણ બહાર નીકળેલા 74 લોકો સામે કર્ફ્યુ ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી છે , તો નિયમભંગ કરનારા લોકો સામે કાર્યવાહી ઉપરાંત વાહન જપ્તી પણ કરવામાં આવી છે ગઈકાલે રાત્રીના 12 વાગ્યા સુધી માઈક દ્વારા શહેર પોલીસ દ્વારા લોકોને ઘરની અંદર જ રહેવા અપીલ કરી છે અને બહાર નીકળી શેરીઓમાં ભટકતા અને રસ્તા ઉપર લટાર મારવા નીકળેલા લોકોને કાયદાનું ભાન કરાવીને તેના મોર પણ બોલાવી દેવામાં આવ્યા છે 

Related News