રાજકોટમાં કોરોના સ્પ્રેડર બની શકે છે સાપ્તાહિક બજારની ભીડ : ડીએમસી સિંહ દોડી ગયા 

RAJKOT-NEWS Publish Date : 21 November, 2020 09:41 AM

રાજકોટમાં કોરોના સ્પ્રેડર બની શકે છે સાપ્તાહિક બજારની ભીડ : ડીએમસી સિંહ દોડી ગયા 

રાજકોટ

રાજકોટમાં એક તરફ કોરોના ના કેસ ની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે તો બીજી તરફ લોકો પણ કોરોના થી બચવા માટેના વૈશ્વિક નિયમોને ભૂલીને ભીડ એકત્ર કરી રહયા છે આવા જ કંઈક દ્રર્શ્યો જોવા મલ્યા છે શહેરના કાલાવડ રોડ ખાતે કણકોટ નજીક ભરાતી શનિવારી બજારમાં કે જ્યા મોટી સંખ્યામાં હજારોની મેદની એકત્ર થઇ હતી , શનિવારી બજારમાં લોકોની ભીડ એકાંતરા થયાની માહિતી મળયા બાદ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર અને વિજિલન્સ કાફલો દોડી ગયો હતો , મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર એ કે સીંગ અને સ્ટાફે શનિવારી બજારમાં લોકોને ભીડ કરવા બદલ નિયમો સમજાવ્યા હતા અને તાકીદે આદેશ આપીને શનિવારી સાપ્તાહિક બજાર બંધ કરાવી હતી 

Related News