સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 13 વિદ્યાશાખાના 147 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત

SAURASHTRA Publish Date : 19 December, 2020 01:37 AM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આ વર્ષે પ્રથમ વખત વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતો. છેલ્લી ઘડીએ શિક્ષણમંત્રીનો કાર્યક્રમ રૂબરૂ આવવાનો નક્કી થતા આજે શિક્ષણમંત્રીના હસ્તે શ્રેષ્ઠ 26 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યાં છે. આ પદવીદાન સમારોહમાં કુલ 13 વિદ્યાશાખાના 147 વિદ્યાર્થીને લ્ડમેડલ એનાયત કરવામાં આવ્યાં છે. જ્યારે 29 હજાર 720 દીક્ષાર્થીઓને પદવી પોસ્ટ મારફત મોકલી દેવામાં આવી છે. આ પદવીદાન સમારોહમાં સી.યુ શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગરની વિદ્યાર્થિની શાહ રિયા પ્રકાશભાઈને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 4 ગોલ્ડમેડલ અને 4 પ્રાઈઝ આપવામાં આવ્યા હતા. આ સમારોહનું સૌરાષ્ટ્ર યુનિ.ની વેબસાઈટ, યૂ-ટ્યૂબ અને ફેસબુક પેજ પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.

Related News