રાજ્યમાં આ વર્ષે મગફળીની ડબલ ઉત્પાદન થસે: 30.19 લાખ ટન ઉત્પાદનનો સોમાનો અંદાજ

સૌરાષ્ટ્ર Publish Date : 20 October, 2019

RAJKOT

રાજ્યમાં આ વર્ષે જબ્બર વરસાદ વરસ્યો છે,. રેકોર્ડબ્રેક વરસાદની સાથે સાથે ખેત ઉત્પાદન પણ બમણું થવાનું છે જેમાં મગફળીના પાકને સારા વરસાદને પગલે પોષણ મળ્યું છે, સૌરાષ્ટ્રમાં મગફળી ઉત્પાદનના અંદાજિત આંકડા આજે ઓઇલ મિલ એસોસિએશની બેઠકમાં જાહેર કરવામાં આવ્યા હતા , સોમા તરીકે ઓળખાતા સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન દ્વારા આજે વાર્ષિક સાધારણ સભા સાથે મગફળી ઉત્પાદન અંગે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ગત વર્ષની તુલનામાં મગફળીનું ઉત્પાદન ડબલ થસે , ગત વર્ષે 15 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત થયો હતો , આ વર્ષે મગફળીની ઉત્પાદન 30 લાખ ટન કરતા વધુ થવાનો અંદાજ વ્યકત થયો છે, રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવેલા યાર્ડમાં મગફળી ખેડૂતો ઠાલવી રહ્યા છે જેને પગલે આ વર્ષે સીંગતેલ સસ્તું થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે 

મગફળી પાકના અંદાજને વ્યક્ત કરતા સોમના પ્રમુખ સમીરભાઈ શાહે જણાવ્યું કે આ વર્ષે સારો પાક થવાનો અંદાજ વ્યક્ત થઇ રહ્યો છે , રાજ્યભરમાં મગફળી ઉત્પાદનના આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ મગફળી જૂનાગઢ જિલ્લામાં થવાની છે જૂનાગઢમાં આ વર્ષે 5.28 લાખ ટન મગફળીનું ઉત્પાદન થશે, તો ત્યાર બાદ રાજકોટ જિલ્લામાં મગફળીનું ઉત્પાદન થશે જેમાં અંદાજ વ્યક્ત થયા મુજબ 4.68 લાખ મગફળી પકવાનો અંદાજ વ્યક્ત થયો છે , જયારે ગીર સોમનાથ જિલ્લામાં 2 લાખ ટન કરતા વધુ મગફળી થશે, જયારે દેવભૂમિ દ્વારકામાં પણ 3.20 લાખ ટન મગફળી પકવાનો અંદાજ વ્યક્ત કરાયો છે,

જયારેઅમરેલી,ભાવનગર,પોરબંદર,મોરબી,સુરેન્દ્રનગર,બનાસકાંઠા,સાબરકાંઠા સહિતના ગુજરાતના અન્ય જિલ્લામાં મળીને કુલ 30.19 લાખ ટન મગફળીનો જથ્થો પકવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે જે ગત વર્ષના 15.52 લાખ ટન મગફળી ઉત્પાદનના આંકડા કરતા ડબલ છે , સમીરભાઈ શાહે જણાવ્યું એક કે ખેડૂતોને પોષણ ભાવો મળે તે માટે અને ઓઇલ મિલ ઉદ્યોગને મંદી માંથી બહાર કાઢવા માટે સરકારે મલેશિયા માંથી પામ ઓઈલની આયાત બંધ કરે તો ખેડૂતોને જરૂર ફાયદો થઇ શકે છે , મગફળીને રેકોર્ડ ઉત્પાદન સામે સીંગતેલના ભાવ અંગે સમીરભાઈએ ભાવ ઘાંટવવા અંગે કોઈ પ્રતિભાવ આપવાનું ટાળ્યું હતું ,જોકે જે પ્રકારે ઉત્પાદનનો અંદાજ છે ભાવ જરૂર ઘટશે અને ગ્રાહકોને ફાયદો પણ થઇ શકે છે 

Related News