રાજકોટમાં ઠંડીનું પ્રમાણ વધ્યું: રાત્રીના કર્ફ્યુ સાથે સુમસામ બને છે રસ્તા

RAJKOT-NEWS Publish Date : 15 December, 2020 02:49 AM

રાજકોટમાં ઠંડીનું પ્રમાણ વધ્યું: રાત્રીના કર્ફ્યુ સાથે સુમસામ બને છે રસ્તા 

Rajkot

By Mayuri Soni

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં એકાએક વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે , રાજકોટમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, સોમવારથી તાપમાનનો સતત ઘટાડો થશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી સોમવારે સવારથી કાતિલ ઠંડીની શરૂઆત થઇ છે અને તાપમાનનો પારો એકાએક ઘટીને 12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, રાજકોટમાં સપ્તાહમાં બીજા દિવસે તાપમાન ઘટીને ઓછામાં ઓછું 12 ડિગ્રી અને વધુમાં વધુ 23 ડિગ્રીએ નોંધાયું છે, તો ઠંડી વધવા સાથે જનજીવન પણ પ્રભાવી બન્યું છે, રાત્રીના ઠંડીમાં પણ ફરવાના શોખીન રંગીલા શહેરીજનો કર્ફ્યુમાં ઘરમાં પુરાઈ જવા માટે મજબુર બન્યા છે તો ઘરની અંદરજ તાપણાં કરીને ઠંડી સામે રક્ષણ મેળવી રહયા છે બીજી તરફ હજુ પ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી રહી છે અને તાપમાન સિંગલ ડિજિટ સુધી પહોંચે તો નવાઈ પામવા જેવું નહિ રહે 

Related News