અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો 

સમાચાર Publish Date : 16 October, 2019

અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો 

નવી દિલ્હી 

રામજન્મ ભૂમિ બાબરી વિવાદનો અંત હવે ટૂંક સમયમાં આવી જશે સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષની દલીલ પૂર્ણ થઇ છે , ત્યારે અયોધ્યા વિવાદનો અંત ટૂંક સમયમાં આવી જશે , સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી બાદ આજે બંને પક્ષની સુનાવણી પૂર્ણ થઇ છે અંતિમ દિવસે હાઈ વોલ્ટેજ ડ્રામા સુપ્રીમ કોર્ટમાં જોવા મળ્યો હતો , મુસ્લિમ પક્ષના વકીલે કોર્ટ રૂમમાં એક નકશાને ફાડી નાખતા સીજેઆઈ એ કડક ભાષામાં ટિપ્પણી કરી હતી , તો રામ મંદિરને લઈને માર્ગ હવે મોકળો બનવાની તૈયારી શરુ થઇ છે નવેમ્બર મહિનામાં ચુકાદો આવશે ત્યારે 300 વર્ષથી વધુ સમયથી ચાલતા વિવાદનો આખરે અંત આવી જશે , કરોડો દેશવાસીઓ રામમંદિરની રાહ જોઈ રહ્યા છે અને આ વિવાદ અંગે આશા રાખી રહ્યા છે કે ચુકાદો રામ મંદિરના પક્ષમાં આવે,  સુપ્રીમ કોર્ટમાં આજે અંતિમ સુનાવણી દરમિયાન સુન્ની વક્ફ બોર્ડ જમીનમાં દાવો જતો કરવા તૈયાર હોવાનું પણ સામે આવ્યું છે જોકે આખરે હવે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપવા માટે સજ્જ છે અને સમગ્ર મામલે નવેમ્બરમાં આવનારા નિર્ણય ઉપર તમામની નજર રહેવાની છે 

Related News