અમદાવાદમાં કાલથી રાત્રીના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ : કોરોના ના કેસ વધતા લેવાયો નિર્ણય

TOP STORIES Publish Date : 19 November, 2020 12:59 PM

અમદાવાદમાં કાલથી રાત્રીના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ : કોરોના ના કેસ વધતા લેવાયો નિર્ણય
 
અમદવાદ માં શુક્રવારે તારીખ 20 નવેમ્બરની રાત્રીના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે , કોરોના ના વધતા કેસને લઈને તંત્રે આ મોટો નિર્ણય લહેર કર્યો છે , મેડિકલ અને ઇમર્જન્સી સિવાયની કોઈ પણ સેવાને આ કર્ફ્યુમાં કોઈ છૂટ નહિ મળે દિવાળી બાદ એકાએક કોરોના ના કેસમાં સતત વધારો થયો છે દિવાળી પહેલા કોરોના કાબુમાં આવી રહ્યો હતો જોકે તહેવારમાં સંક્રમણ વધવાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યાનું જાણવા મળ્યું છે , અમદાવાદ સિવાય રાજ્યભરમાં કોરોના ના કેસ સતત વધી રહયા છે સુરત, વડોદરા એ રાજકોટમાં પણ કોરોના ના કેસની સંખ્યા ચિંતાજનક ગતિએ આગળ વધી છે જોકે હાલ અમદાવાદ ખાતે જ રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે જેમાં રાત્રીના 9 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુનો કડક અમલ કરવામાં આવશે
અમદાવાદમાં રાત્રીના કર્ફ્યુનો અમલ થવાની સાથે જ મેડિકલ સિવાયની તમામ પ્રવૃત્તિ 9 વાગ્યા પહેલા બંધ કરી દેવી પડશે , રાત્રીના 9 વાગ્યા બાદ માત્ર મેડિકલ ની દુકાનો અને દવાખાન જ ખુલ્લા રહી શકશે , તો મલ્ટીપ્લેક્સ અને ફૂડકોર્ટ બંધ થઇ જશે , સાથે સાથે ફેક્ટરીઓ અને દુકાનો અને અન્ય વાણિજ્ય પ્રતિસ્થાન બંધ કરવા પડશે એટલું જ નહિ જેઓએ રાત્રીના લગ્નોના આયોજન રાખ્યા છે તેઓએ આયોજન ફેર કરવા પડશે , સાથે જ દિવસે આયોજન કરવા પડશે એટલું જ નહિ લગ્ન સમારંભ માટે એડવાન્સમાં રાત્રીના રીશેપ્શ્ર્ન અને અન્ય આયોજન માટે બુક કરવામાં આવેલા હોટેલ, મેરેજ ફંક્શન હોલ અને અન્ય આયોજન પણ હજારો લોકોએ ફેરફાર કરવા પડી શકે છે આ માટે હજુ તંત્ર તરફથી સ્પષ્ટ વિગતો સામે આવે તેવી રાહ જોવાઈ રહી છે પરંતુ પહેલા આદેશ મુજબ મેડિકલ સિવાયની તમામ દુકાનો અને ધંધા બંધ જ રહેશે 

Related News