આનંદો : 30 લાખ કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી બોનસ; કેબિનેટ મંત્રીએ કરી જાહેરાત 

TOP STORIES Publish Date : 21 October, 2020 11:01 AM

આનંદો : 30 લાખ કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી બોનસ; કેબિનેટ મંત્રીએ કરી જાહેરાત 

નવી દિલ્હી 

કેન્દ્રીય કર્મચારીઓ માટે દિવાળી પહેલા જ દિવાળીનો માહોલ છવાયો છે ,30 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે , કેબિનેટ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે આ અંગે વિગતો જાહેર કરી છે , દિવાળી ઉપર કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને બોનસ આપશે આ બોનસ થી 30 લાખ કર્મચારીઓના ખાતામાં પૈસા આવશે અને તેને લઈને 30 લાખથી વધુ પરિવારોની દિવાળી સુધરશે 

દિવાળી બોનસની કેન્દ્રની જાહેરાત બાદ હવે રાજ્ય સરકાર સામે પણ રાજ્યના કર્મચારીઓ બોનસની આસ રાખીને બેઠા છે સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ ઉપરાંત ખાનગી કંપનીઓના કર્મીઓ પણ બોનસ માટે રાહ જોઈને બેઠા છે જોકે રાજ્યના અને ખાનગી કમ્પનીના કર્મીઓ માટે દિવાળી આસપાસ જ બોનસ જાહેર થતું હોઈ છે આ વર્ષે લોકડાઉંન ને પગલે વધુ બોનસ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે 

Related News