દિવાળીએ નજીકના દુકાનદારો પાસેથી આગ્રહ રાખો ; લોકલ ફોર વોકલનો ગુંજ્યો મંત્ર

TOP STORIES Publish Date : 25 October, 2020 01:10 AM

દિવાળીએ નજીકના દુકાનદારો પાસેથી  આગ્રહ રાખો ; લોકલ ફોર વોકલનો ગુંજ્યો મંત્ર 

 
 
ઓનલાઇનની ઝાકમજોળ વચ્ચે હવે ધીમે ધીમે લોકલ ફોર વોકલનો મંત્ર ગુંજતો થયો છે , આ દિવાળીએ લોકો ઓનલાઇન ખરીદી કરવાને બદલે ધીમે ધીમે નજીકના દુકાનદાર અને બજારનો સંપર્ક કરતા થઇ ગયા છે , કોરોનાએ લોકોને શીખવ્યું છે કે ઓનલાઇન કે ડિજિટલ માધ્યમથી ટૂંકો ફાયદો જરૂર થાય છે પરંતુ નજીક ના દુકાનદાર અને બજારમાંથી કરેલી ખરીદી લાંબા ગાળાનો ફાયદો કરાવે છે , એટલે જ અત્યારે બજારમાં અને સોસીયલ મીડિયામાં લોકલ ફોર વોકલ માટે મેસેજ વાયરલ થઇ રહયા છે , આ દિવાળી નજીકના અને બજારના વેપારીઓને ખટાવવા માટે લોકો વિચારતા થઇ ગયા છે અને તેના ઉપર અમલ પણ શરૂ થતો જોવા મળી રહ્યો છે 
રાજકોટ હોઈ અમદાવાદ હોઈ કે પછી બરોડા કે સુરત અહીં લોકો હવે ધીમે ધીમજે સ્થાનિક બજાર અને સ્થાનિક દુકાનદાર પાસેથી જ ઇલેક્ટ્રોનિક અને અન્ય ખરીદી શરૂ કરવા લાગ્યા છે , ઓનલાઇનમાં ડિસ્કાઉન્ટ મળે છે પરંતુ અફતારસેલ્સ સર્વિસ માટે ગ્રાહકોએ સ્થાનિક દુકાનદારો ઉપર જ મદાર રાખવો પડી રહ્યો છે માટે લોકો પણ સમાજતા થયા છે કે એક હદ બહાર ઓનલાઇન ખરીદીથી દૂર રહેવાનું અને મોટા ભાગે ખરીદી સ્થાનિક બજાર કે જાણીતા દુકાનદાર પાસેથી ખરીદવાની 
 
આ વર્ષે નાના શહેરોમાં મોટી ખરીદી શરૂ થવા લાગી છે 
 
આ વર્ષે દિવાળીની ખરીદી નાના શહેર અને ગામડાઓમાં શરૂ થઇ છે ,ખેડૂતો પાસે ખાતામાં પૈસા ની આવક શરૂ થઇ છે અને સારા ચોમાસા ને પગલે મગફળીની ધૂમ આવક અને વેંચાણ પણ થઇ રહ્યું છે જેને પગલે સારા ભાવ મળવાથી ખેડૂતો પાસે રોકડ રકમ આવી રહી છે જેથી આગામી દિવાળી બાદના લગ્ન પ્રસંગો અને દિવાળીની ખરીદી માટે અત્યારથી જ બજારમાં ખાસ તો નાના ગામડાના અને નાના શહેરના બજારમાં ખરીદી માટે મોટી ભીડ ઉમટેલી જોવા મળી રહી છે 
 
ટીવી વોશિંગ મશીન અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ધૂમ ખરીદી 
 
આ વર્ષે ઇલેક્ટ્રોનિક ની ખરીદી ધૂમ થવાની છે જેના માટે જબરી ડિમાન્ડ અને ઇક્વાયરી થઇ રહી છે ટીવી ખાસ સ્માર્ટ ટીવી અને વોશિંગ મહસીન સાથે એસી અને મ્યુઝિક સિસ્ટમ ની ડિમાન્ડ નીકળી છે તો માઇક્રોવેવ ની ખરીદી પણ નાના શહેરમાં મોટા પ્રમાણમાં થઇ રહી છે 
 
સોના અને ચાંદીના દાગીના સાથે લગડી ની ખરીદી 
 
સોની બજારમાં ધીમી ધીમે ભાવ સ્થિત થવાને પગલે ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે જોકે ગત જાન્યુઆરી કરતા અત્યારે સોનાનો અને ચાંદીનો ભાવ ખુબ જ વધુ છે પરંતુ લગ્નસરા ની ખરીદી માટે અત્યારે ગ્રાહકોની ભીડ ઉમટતી જોવા મળી રહી છે અને નાના ભુષણથી લઈને મોટા ડિઝાઈનર આભૂષણ નું બુકીંગ અને ખરીદી માટે ગ્રાહકો બજારમાં જોવા મળી રહયા છે જે અર્થતંત્ર માટે સારા સંકેત છે આ વર્ષે દિવાળીએ આ પ્રકારે ખરીદી થવાને પગલે બજારમાં રોકડનો પ્રવાહ વધવા લાગશે 

Related News