મુસાફરી દરમિયાન કેમ થાય છે ઉલ્ટી? જાણો, કારણ અને તેના રામબાણ ઇલાજ વિશે...

લેડીઝ કોર્નર Publish Date : 28 January, 2021 02:10 PM

ઘણા બધા લોકોને કાર અથવા બસમાં મુસાફરી દરમિયાન ઉબકા અને ઉલ્ટી થવાની ફરિયાદ રહે છે. ઘણીવાર મુસાફરી દરમિયાન અને ત્યારબાદ કલાકો નહીં પરંતુ  ત્રણ-ચાર દિવસો સુધી ચક્કર, ગભરામણ, ઉબકા અથવા ઉલ્ટી જેવી સમસ્યાઓ થાય છે જેને મોશન સિકનેસ કહેવામાં આવે છે. મુસાફરી દરમિયાન ઉલ્ટી આવવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આ ઉપાય અજમાવો તેનાથી તમને ઉલ્ટી આવશે નહીં અને તમે પોતાની મુસાફરીનો ભરપૂર આનંદ લઇ શકશો. જાણો, આ ઉપાય વિશે... 

 

મુસાફરી દરમિયાન ઉલ્ટી આવવાને મોશન સિકનેસ કહેવામાં આવે છે. ધ્યાન રાખો મોશન સિકનેસ કોઇ બીમારી નથી પરંતુ આ એક એવી પરિસ્થિતિ છે જ્યારે આપણા મગજની અંદર કાન, આંખ અને ત્વચામાંથી અલગ-અલગ સિગ્નલ મળે છે.  પરંતુ જો તમે થોડીક સાવચેતીથી રહો તો મોશન સિકનેસથી છૂટકારો મેળવવો ખૂબ જ સરળ છે. મુસાફરી દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો... 

પાછળની સીટમાં બેસવાનું ટાળો 

જો તમને મુસાફરી દરમિયાન ઉલ્ટી થવાની સમસ્યા છે તો તમે કોઇ પણ  મોટા વાહનની પાછળની સીટ પર બેસવાનું ટાળો. પાછળની સીટ પર ગતિનો અનુભવ વધારે થાય છે.  

પુસ્તક ન વાંચશો

મુસાફરી દરમિયાન ઉલ્ટીની સમસ્યા રહેતી હોય તો મુસાફરી દરમિયાન પુસ્તક વાંચશો નહીં. તેનાથી તમારા મગજને ખોટા સંદેશા મળે છે. 

તાજી હવા 

જો તમને વધારે મુશ્કેલી પડી રહી છે તો ગાડીની બારીના કાચ ખોલી લો અને બહારની તરફ મોંઢુ કરીને બેસો. તાજી હવા મળવાથી તમને સારું ફીલ થશે. 

ખાલી પેટ મુસાફરી ન કરશો

લોકોમાં આ મિથ્ય છે કે ખાલી પેટ મુસાફરી કરવા પર ઉલ્ટી થશે નહીં, પણ આ તદ્દન ખોટું છે. મોટાભાગે જે લોકો જમ્યા વગર મુસાફરી કરવા માટે નિકળી જાય છે તેમને મોશન સિકનેસ વધારે થાય છે. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે તમે ખૂબ જ હેવી ડાયેટ લો. ઘરેથી હળવુ અને હેલ્ધી ડાયેટ લઇને જ નિકળો. 

કરો આ ઉપાય

મુસાફરી દરમિયાન ઉલ્ટીની સમસ્યા રહેતી હોય તો ઘરેથી નિકળતાં પહેલા કેટલીક સરળ તૈયારીઓ કરી લો. આ આસાન ઉપાય તમને આ સમસ્યાથી છૂટકારો અપાવશે. 

ઉપાય-1 

જ્યારે પણ તમે કોઇ મુસાફરી પર નિકળો તો પોતાની સાથે એક લીંબૂ સાથે રાખી લો. જ્યારે પણ તમારું મન બેચેન થવા લાગે તો તરત જ આ લીંબૂને છોલીને સૂંઘી લો. તેનાથી તમારું મન ફ્રેશ થશે આ સાથે જ આમ કરવાથી ઉલ્ટી પણ આવશે નહીં. 

ઉપાય - 2

લવિંગને શેકીને દળી લો અને કોઇ ડબ્બીમાં ભરીને રાખી લો. જ્યારે પણ મુસાફરી માટે જાઓ ત્યારે લવિંગનો આ પાઉડર સાથે લઇ જાઓ. ઉલ્ટી જેવું મન હોય તો તેને માત્ર એક ચપટી માત્રામાં ખાંડ અથવા સંચળની સાથે લો અને ચૂસતા રહો. 

ઉપાય-3 

તુલસીના પાંદડાં ચાવવાથી ઉલ્ટી આવશે નહીં. આ ઉપરાંત એક બૉટલમાં લીંબૂ અને ફુદીનાનો રસ સંચળ નાંખીને રાખો અને મુસાફરી દરમિયાન તેને થોડુક-થોડુક પીતાં રહો. 

ઉપાય-4

લીંબૂને કાપીને, તેના ઉપર બ્લેક પેપર અને સંચળ છાંટીને ચાટો. તેનાથી તમારું મન ઠીક રહેશે અને ઉલ્ટી થશે નહીં. 

ઉપાય-5 

જો તમે બસમાં મુસાફરી કરી રહ્યા છો તો ત્યાં બેસતાં પહેલા એક પેપર પાથરી લો ત્યારબાદ તેની પર બેસો. તેનાથી તમને ઉલ્ટી આવશે નહીં. 

Related News