ધોરાજીનો ભાદર-૨ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં, નિચાણવળા ૩૭ ગામોને કરાયા સાવચેત

ધોરાજીનો ભાદર-૨ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં, નિચાણવળા ૩૭ ગામોને કરાયા સાવચેત

ધોરાજીનો ભાદર-૨ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં, નિચાણવળા ૩૭ ગામોને કરાયા સાવચેત ધોરજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા, પોરબંદર તાલુકાના ગામોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવર-જવર ન કરવા સુચના આજ વહેલી સવારથી જ રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા અમીવર્ષા વરસાવી રહ્યા છે ત્યારે ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસેનો ભાદર -૨ ડેમ હાલ ૭૦% ભરાઈ ચુક્યો છે. ડેમમાં પાણીની આવક સતત ચાલુ હોવાથી ગમે ત્યારે ડેમનાં દરવાજા ખોલવામાં આવી શકે છે . આથી ડેમની હેઠવાસમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી ઉપલેટા તાલુકાના ડુંમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા, માણાવદર તાલુકાના વેકરી, ચીખલોદરા, બિલડી, વાડાસડા કુતિયાણા તાલુકાના રોધડા, ચીંટા, થેપડા, માંડવા, કટવાણા, કુતીયાણા, પસવાડી, સેગરસ, ભોગસર, છત્રાવા પોરબંદરના ગરેજ, ચીકાસા, નવીબંદર, મીત્રાળા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે