૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કોટડાસાંગાણી તાલુકાની ૪૨ ગ્રામ પંચાયતોને લેમિનેશન મશીન સુવિધા મળી

૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કોટડાસાંગાણી તાલુકાની ૪૨ ગ્રામ પંચાયતોને લેમિનેશન મશીન સુવિધા મળી

*આધુનિક ટેક્નોલોજીની સુવિધાઓથી સજ્જ બની રહી છે ગ્રામ પંચાયતો* *૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦* *૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કોટડાસાંગાણી તાલુકાની* *૪૨ ગ્રામ પંચાયતોને લેમિનેશન મશીન સુવિધા મળી* *૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦* *રાજકોટ તા. ૦૭ જુલાઈ -* રાજ્ય સરકાર ગામ અને ગામડાનાં લોકો સુખ-સમૃધ્ધિથી ભરપુર થાય તે માટે અવિરતપણે મહત્વકાંક્ષી નિર્ણયો સાથે પાયાની કામગીરી કરી રહી છે. જેમાં સેવાસેતુ કાર્યક્રમ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સેવાસેતુ હેઠળ વિવિધ ૫૬ જેટલી સુવિધાઓ સાથે ગ્રામજનોને ઘરે બેઠાં આપવામાં આવે છે. ત્યારે રાજ્યને સમૃધ્ધ કરવા માટે ગામને પાયાની સુવિધાઓ સાથે આધુનિક ટેક્નોલોજીથી સમૃધ્ધ કરવું પણ એટલું જ જરૂરી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીની ગ્રામ પંચાયતો આધુનિક સાધનોની સુવિધાથી સજ્જ બને તે માટે લેમિનેશન મશીનો આપવામાં આવ્યા છે. આ અંગે જાણકારી આપતાં તાલુકા વિકાસ અધિકારીશ્રી રોનકભાઈ ઠોરીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સરકારે ગ્રામ્ય કક્ષાએ ઈન્ટરનેટ કનેક્ટિવીટીની સુવિધા પૂરી પાડીને ઈ-શ્રમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આધારકાર્ડ, આવકનો દાખલો સહિતની સુવિધાઓ ઘર આંગણે પહોંચાડી છે. જેથી કરીને ગ્રામજનોને જિલ્લા અને તાલુકાની કચેરીએ જવું ન પડે. ત્યારે ગ્રામજનો માટે સવિશેષ વિચારતાં ઈ-શ્રમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડની સાચવણી થાય તે માટે ૧૫મી નાણાપંચની ગ્રાન્ટમાંથી કોટડાસાંગાણીની ૩૮ ગ્રામ પંચાયતોને લેમીનેશન મશીન સુવિધા આપવામાં આવી હતી. જ્યારે ૪ ગ્રામ પંચાયતોને પોતાના જ લેમિનેશન મશીન વસાવેલાં હતા. આમ કોટડા સાંગાણીની તમામ ૪૨ ગ્રામ પંચાયતો લેમિનેશન મશીનની સુવિધાથી સજ્જ બની છે.