મિશન જીવન રક્ષા: રાજકોટ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે ટ્રેનમાંથી નીચે પડી ગયેલા બાળકનો RPF ની મહિલા કોંસ્ટેબલ એ જીવ બચાવ્યો

મિશન જીવન રક્ષા: રાજકોટ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે ટ્રેનમાંથી નીચે પડી ગયેલા બાળકનો RPF ની મહિલા કોંસ્ટેબલ એ જીવ બચાવ્યો

મિશન જીવન રક્ષા: રાજકોટ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે ટ્રેનમાંથી નીચે પડી ગયેલા બાળકનો RPF ની મહિલા કોંસ્ટેબલ એ જીવ બચાવ્યો રાજકોટ ડિવિઝનનો સમર્પિત સ્ટાફ હંમેશા તેમના યાત્રીઓને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવાનો પ્રયત્ન કરે છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ ક્રમમાં, RPF સ્ટાફ ની મહિલા કોંસ્ટેબલ એ તાજેતરમાં રાજકોટ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે ટ્રેનમાંથી નીચે પડી ગયેલા બાળકનો જીવ બચાવ્યો હતો. ઘટના 4 જુલાઈ, 2022ની છે. પ્લેટફોર્મ ડ્યુટી પર તૈનાત આરપીએફ ની મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્માએ જોયું કે ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ જ્યારે રાજકોટથી 13.53 વાગે રવાના થઈ રહી હતી ત્યારે એક મહિલા મુસાફર અને એક બાળક ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરવા લાગ્યા. ત્યારે આ બાળક ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગયું. કોન્સ્ટેબલ સોનુ વર્મા એ તરત જ દોડીને આ બાળકને ખેંચીને બહાર કાઢ્યો. આ બાળક તેના માતા-પિતા સાથે રાજકોટથી દમોહ જઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને અન્ય મુસાફરો દ્વારા તરત જ ચેઈન પુલિંગ કરવામાં આવ્યું હતું અને ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આ પછી બાળકને તેના માતા-પિતા સાથે ટ્રેનમાં બેસાડવામાં આવ્યો. ઘટના સ્થળ સીસીટીવી કવરેજની પૂરેપૂરી રેંજ માં ન હોવાને કારણે, સીસીટીવી ફૂટેજ સંપૂર્ણ રીતે રેકોર્ડ થઈ શકી નથી. બાળકના માતા-પિતાએ આરપીએફ રાજકોટના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈન અને ડિવિજનલ સિક્યોરિટી કમિશનર શ્રી પવન કુમાર શ્રીવાસ્તવે આ મહિલા કોંસ્ટેબલ ની સતર્કતા, સૂઝબૂઝ અને બહાદુરી ની પ્રશંસા કરી છે.