રાજકોટ મહાપાલિકાનો ફાયર સ્ટેશન ઓફિસર એસીબીના હાથે ઝડપાયો

રાજકોટ મહાપાલિકાનો ફાયર સ્ટેશન ઓફિસર એસીબીના હાથે ઝડપાયો

રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડમાં એસીબીએ રેડ પાડી સ્ટેશન ઓફિસર ને ૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે શહેરના સેન્ટ્રલ ઝોન માં આવેલ મુખ્ય ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કિરીટ કોળી નામના સ્ટેશન ઓફિસરે ફરિયાદી નાગરિકને બે હાઇરાઇઝ બિલ્ડિંગ ના એન.ઓ.સી માટે ૫૦,૦૦૦ની લાંચ માંગી હતી, જે માટે 40 હજાર રૂપિયા લાંચ પેટે સ્વીકારતા એસીબીએ કિરીટ ખોલીને રંગેહાથ ઝડપી લીધા છે મહાપાલિકામાં લાંબા સમય બાદ કોઈ અધિકારી લાંચ લેતા એસીબીના હાથમાં ઝડપાયો છે આ પહેલા ઓડિટ વિભાગમાં અંદાજે 12 થી 13 પહેલા એસીબીની રેડ થઈ હતી મહાપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ લાંચ હોવાની અને દરેક કામ માટે લાંચ માગતા હોવાની ફરિયાદ એસીબીના કાને અનેક વખત પહોંચી હતી પરંતુ કોઇ ફરિયાદ કરવા તૈયાર ન હોય acb કાર્યવાહી કરી શકતું ન હતું આ વખતે ચોક્કસ પર યાદી તૈયાર થતાં એસીબીને મોટી સફળતા મળી છે