રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે રાજકોટમાં: ભવ્ય રોડ શોનું આયોજન

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે રાજકોટમાં: ભવ્ય રોડ શોનું આયોજન

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટના પ્રવાસે છે ત્યારે શહેર ભાજપ દ્વારા તેને આવકારવા માટેની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે પ્રથમ વખત મુખ્યમંત્રી રાજકોટ આવવાના હોય ભવ્યાતિભવ્ય રોડ શોનું પણ આયોજન કરાયું છે. એરપોર્ટ થી લઈને ધર્મેન્દ્ર કોલેજ સુધી ના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટે તેવી શક્યતાઓ પણ છે એક તરફ રાજકોટમાં દિવસેને દિવસે કોરોના ના કેસ માં વધારો થતો જાય છે અને બીજી તરફ મુખ્યમંત્રીના કાર્યક્રમ થી કોરોના વધુ વકરે તેવી પણ ભીતી સેવાય છે મુખ્યમંત્રીના રોડ શોને લઈને રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં સવારના ૯ વાગ્યાથી લઈને બપોરે એક વાગ્યા સુધી શહેરના રસ્તો થી લઈને યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે સાથે સાથે મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય એ માટે અન્ય વાહનોને પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે રોડ શોમાં મુખ્યમંત્રી નું ભવ્ય અભિવાદન કરવામાં આવશે ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહનો પૂર્ણાહુતિ સમારોહ યોજવાનો હોય વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ગૃહ મંત્રી હર્ષ સંઘવી વાહન વ્યવહાર મંત્રી અરવિંદ ભાઈ રૈયાણી સહિત અનેક મંત્રીઓ સાંસદો ધારાસભ્યો પાર્ટીના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.