શાળા નંબર 93 વિદ્યાર્થીઓ માટે "ગુડ ટચ બેડ ટચ" વિષય પર સેમિનાર યોજાયો

શાળા નંબર 93 વિદ્યાર્થીઓ માટે "ગુડ ટચ બેડ ટચ" વિષય પર સેમિનાર યોજાયો

*શાળા નંબર 93 વિદ્યાર્થીઓ માટે "ગુડ ટચ બેડ ટચ" વિષય પર સેમિનાર યોજાયો* નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93 માં પોલીસ વિભાગ દ્વારા "ગુડ ટચ બેડ ટચ" બાબત પર સેમિનાર યોજાયો. એ ઉપરાંત ચિત્ર સ્પર્ધા તથા સ્લોગન રાઈટીંગની સ્પર્ધા પણ યોજવામાં આવી. ધોરણ ૬ થી ૮ નાં બાળકોએ ભાગ લીધો. પૂર્વ મેયર અને એડવોકેટ તથા નેશનલ વાઈસ પ્રેસિડન્ટ AIWC શ્રીમતી ડૉ. ભાવનાબેન જોષીપુરા, મહિલા પોલીસ સ્ટેશન માંથી પીએસઆઇ ચેતનાબેન વાછાણી, ગવર્મેન્ટ લો કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મિનલબેન રાવલ તથા ડૉ. મૌલીબેન ગણાત્રા, મહિલા પોલીસ સ્ટેશનમાં થી પ્રિયંકાબેન પરમાર તથા દિયાબેન ઉપસ્થિત રહ્યા હતા. "ગુડ ટચ બેડ ટચ" વિષય પરનાં પોસ્ટર વિદ્યાર્થીઓને વિતરણ કરાયા. ડૉ. ભાવનાબેન જોષીપુરા દ્વારા શાળાનાં આચાર્ય વનિતાબેન રાઠોડને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા બદલ સન્માન કરવામાં આવ્યું. તથા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પ્રાથમિક શાળા કક્ષાએ "ગુડ ટચ બેડ ટચ" ની જાણકારી બાળકોને આપવામાં આવે તો ઘણા જ અણબનાવો અને દુર્ઘટનાઓ ટાળી શકાય એવું જણાવવામાં આવ્યું. આ ઉપરાંત ડૉ. મૌલિબેન ગણાત્રા દ્વારા વિદ્યાર્થીઓને આ બાબત પર માર્ગદર્શન આપવામાં આવ્યું. મહિલા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ ચેતનાબેન વાછણીએ વિદ્યાર્થીઓને વિવિધ ગુનાઓ તે માટેની વિવિધ કલમો ની માહિતી આપી. ડૉ. મિનલબેન રાવલ દ્વારા કાયદાની સમજ સરળ રીતે આપવામાં આવી. ખૂબ જ હળવી શૈલીમાં ડૉ. મૌલીબેન દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ વિષય પર ચિત્ર સ્પર્ધા અને સ્લોગન રાઈટીંગની સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. શાળાના આચાર્ય વનિતાબેન રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓએ રાખવાની તકેદારી તથા કાળજી અંગે સૂચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માટે પોલીસ વિભાગનો આભાર માનવામાં આવ્યો. વિદ્યાર્થીઓને વિવિધ સંકલ્પ લેવડાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓ દ્વારા વક્તાઓ સાથે પ્રશ્નોતરી કરવામાં આવી.