રાજ્ય પરીક્ષા બોર્ડ ની pse એક્ઝામમા શાળા નંબર 93ના બે વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા

રાજ્ય પરીક્ષા બોર્ડ ની pse એક્ઝામમા શાળા નંબર 93ના બે વિદ્યાર્થીઓ મેરીટમાં  આવ્યા
રાજ્ય પરીક્ષા બોર્ડ ની pse એક્ઝામમા શાળા નંબર 93ના બે વિદ્યાર્થીઓ મેરીટમાં  આવ્યા

*રાજ્ય પરીક્ષા બોર્ડ ની pse એક્ઝામમા શાળા નંબર 93ના બે વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા* તાજેતરમાં લેવાયેલી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ ૬ મા લેવાતી શિષ્યવૃત્તિની પરીક્ષા માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93 ના બે વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ રાજકોટ કોર્પોરેશનમાં પાંચમું અને નવમો ક્રમ લાવી શાળા નંબર 93 ગૌરવ વધારેલ છે. તાજેતરમાં લેવાયેલી શિષ્યવૃત્તિની ધોરણ 6 ની પરીક્ષામાં શાળા નંબર 93 ના ધોરણ છ ના વિદ્યાર્થી નિવ મયુરભાઈ ભૂત જિલ્લામાં પાંચમા ક્રમે અને વીર પ્રતાપભાઈ રાણાવાયા જિલ્લામાં નવમું સ્થાન પ્રાપ્ત કરી મેરીટ માં આવેલ છે. શાળા નંબર 3 ના શિક્ષકો અને વિદ્યાર્થીઓની અથાગ મહેનતના પરિણામે રાજ્ય પરીક્ષા બોર્ડમાં વિદ્યાર્થીઓ સફળતા હાંસલ કરી શકયા છે. ધોરણ ૬ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓએ આ વિદ્યાર્થીઓને મહેનત કરવામાં જહેમત ઉઠાવી હતી. શાળા નંબર 3 ના ધોરણ છ ના વર્ગ શિક્ષક રેવર મેઘનાબેન, ગઢીયા વનીતાબેન અને મહેતા નિરાલીબેન અને આચાર્ય વનિતાબેન રાઠોડ એ બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાસનાધિકારીશ્રી કિરીટસિંહ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી અતુલભાઈ પંડિત વાઇસ ચેરમેનશ્રી સંગીતાબેન છાયા, યુ આર સીશ્રી દિપકભાઈ સાગઠીયા તથા શૈલેષભાઈ ભટ્ટ કે.નિ.શ્રી ડૉ. પૂર્વીબેન ઉચાટ, સી.આર.સીશ્રી પ્રકાશભાઈ ચાવડા શાળા પરિવાર ને અભિનંદન પાઠવ્યા છે.