દિકરીઓએ ચમકાવ્યું ભારતનું નામ

દિકરીઓએ ચમકાવ્યું ભારતનું નામ
દિકરીઓએ ચમકાવ્યું ભારતનું નામ

ટોકીયો ઓલિમ્પિકમાં હજુ એક વધુ મેડલ ભારતને નામ ઉત્તર પૂર્વ ની એક દિકરી એ જ અપાવ્યું. ભારત ની મહીલા બોક્સર લવલીના બોરગોહેને  મહિલા ૬૯ કીલો વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં ચીની તાઈપેની નીએન ચીન ચેનને હરાવી. આની સાથે લવલીના એ સેમીફાઈનલમાં જગ્યા બનાવી.. 
             લવલીના ગોલાઘાટ જિલ્લાનાં  સરૂપથર વિધાનસભાના નાનકડા ગામ બરો મુખિયાનાં નિવાસી છે. એના ગામમાં માત્ર ૨૦૦૦ લોકો છે. બે વાર વિશ્વ ચેમ્પિયનશિપ  હાસિલ કરી ચૂકી છે. બોરગોહેન અસમ ની પ્રથમ મહિલા બોક્સર છે. લવલીને ઓલમ્પિકમાં  ૬૯ કિલોગ્રામના વર્ગમાં ભાગ લીધો છે. બોરગોહેન નો જન્મ 2 ઓકટોબર ૧૯૯૭માં  થયો છે. તે અસમના ગોલાઘાટ જિલ્લામાં છે. એના માતા પિતાનું નામ ટીકેન અને  મામોની બોરગોહેન છે બોરગોહેનના પિતા ટીકેન એક નાના કક્ષાના વ્યાપારી છે. અને એણે આર્થિક રૂપથી સંઘર્ષ કરીને દીકરીની આકાંશા પૂરી કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. તેની મોટી બે જુડવા બહેનો લીચા અને લીમાં પણ રાષ્ટ્રીય સ્તરે કિકબોક્સરમાં પ્રયાસ કર્યો પરંતુ ખૂબ આગળ વધી ન શકી. બોરગોહેને પણ પોતાનું કેરિયર કિકબોક્સર તરીકે જ શરૂ કર્યું હતું. પરંતુ તેના પછી તેને મૂક્કાબાજીમાં તક મળતા તેણે તેમાં પોતાનું કેરિયર પરિવર્તન કર્યું ભારતીય ખેલ પ્રાધિકરણ એ હાઈસ્કૂલમાં ટ્રાયલ કરી આવ્યું. જ્યાં લવલી ના એ ભાગ લીધો પ્રસિદ્ધ કોચપદક બોરોએ એની પ્રતિભાને ઓળખી અને એની પસંદગી કરી. ત્યારબાદ મુખ્ય મહિલા કોચ શિવસિંહ દ્વારા તેને પ્રશિક્ષણ પ્રાપ્ત થયું છે આ નોર્થ ઈસ્ટ ની અસમની એટલે કે સેવન સિસ્ટર્સ રાજ્યની એક વધુ સ્ત્રી મહિલા આજ એક વધુ ચંદ્રક લાવી અને દેશનો ડંકો વિશ્વ સ્તરે આવી ચૂકી છે. તાજેતરમાં જ મણીપુર ની મીરાબાઈ ચાનુંએ ભારતની મહીલાની તાકાત અને ટેલેન્ટ ને પ્રદર્શિત કર્યા. પુરુષો પણ હજુ એક પણ ચંદ્રક ને ન લાવતા બે બે દીકરીઓ વિશ્વ ઓલમ્પિક માં ભારત માટે ચંદ્રકો જીતી લાવી દેશની મહિલાઓના સશક્તિકરણની પ્રતિતી કરાવી રહી છે

વનિતા રાઠોડ,     આચાર્ય  શાળા નં ૯૩,રાજકોટ.