કૃષિ વિજ્ઞાન કેંદ્ર, ગીરસોમનાથ દ્વારા પોષણ વાટીકા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

 કૃષિ વિજ્ઞાન કેંદ્ર, ગીરસોમનાથ દ્વારા પોષણ વાટીકા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


 કૃષિ વિજ્ઞાન કેંદ્ર, ગીરસોમનાથ દ્વારા પોષણ વાટીકા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

 તા- ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના ૭૧મા જન્મદિન નિમિતે કેવીકે ખાતે પોષણ વાટીકા અને  વૃક્ષારોપણ અભિયાન માનનીય અધ્યક્ષ શ્રી પ્રફુલ્લભાઈ દવે, તાલુકા વિકાસ અધિકારી, કોડીનારની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં દલસુખ વઘાસીયા, ડિજીએમ, એસીએફ અંબુજાનગર, મંજુલાબેન મોરી-સીડીપીઓ, કોડીનાર અને શ્રી  શૈલેષભાઈ બલદાણીયા-ઈફકો ગીર સોમનાથ વગેરે મહેમાનશ્રીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમનુ સફળ સંચાલન પૂજાબેન નકુમ વિષય નિષ્ણાંત- વિસ્તરણ, કેવીકે દ્વારા કરવામાં આવ્યુ હતું, કાર્યક્રમની  શરુઆતમાં માનનીય કૃષી મંત્રી શ્રી નરેન્દ્રસિંઘ તોમરના વકતવ્ય નુ જીવંત પ્રસારણ નિહાળવામા આવ્યુ હતુ. ત્યારબાદ કેવીકે ના ઈન્ચાર્જ હેડશ્રી રમેશ રાઠોડે ઉપસ્થિતિ સર્વેનુ શાબ્દીક સ્વાગત કર્યુ હતુ. શ્રી દલસુખ વઘાસીયાએ ખાસ કરીને વ્યસનમૂક્તિ પર ભાર મુક્યો હતો આ કાર્યક્રમની સાથે સાથે વાનગી સ્પર્ધાનુ આયોજન કરવામા આવેલ જેને શ્રી પ્રફુલ્લભાઇ દવેએ બીરદાવી હતી. વાનગી સ્પર્ધામા ભાગ લીધેલ તમામ બહેનોને પ્રોત્સાહન ઇનામ આપવામા આવ્યુ હતુ. કેવીકેના શ્રીમતી હંસાબેન ગામી (વિષય નિષ્ણાંત- ગૃહ વિજ્ઞાન)એ પોષણયુકત આહાર પર જ્યારે મનીષભાઇ બલદાણીયા (વિષય નિષ્ણાંત- પાક વિજ્ઞાન)એ હલકા ધાન્યપાકોનો માનવ સ્વાસ્થ્યમાં ફાળો વિષય પર તકનીકી જ્ઞાન પૂરૂ પાડયુ હતુ. આ કાર્યક્રમમા 93 જેટલી બહેનોએ ભાગ લીધો હતો અને સૌને ફળાઉ ઝાડના રોપાનુ વિતરણ કરવામા આવ્યુ હતુ જેનુ આયોજન શ્રી રણજીતસિંહ (વિષય નિષ્ણાંત-બાગાયત, કેવીકે) દ્વારા કરવામા આવ્યુ હતુ. શ્રી શૈલેષભાઈ બલદાણીયા-ઈફકો ગીર સોમનાથએ ખેડુતો માટે ઇફકો દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે વાત કરી હતી.અને ઉપસ્થિત સૌ બહેનોને વેજીટેબલ કીટનુ વિતરણ પણ ઈફકો કંપની દ્વારા કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમનુ ટેક્નિકલ સંચાલન અજય ધાનાણી દ્વારા કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેવીકેની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સાથે સાથે જૂ.કૃ.યુ.જુનાગઢના કૃષિ મહાવિધયાલય ખાપટ & અમરેલી ખાતેથી ૫૦ જેટલી વિદ્યાર્થીનીઓએ આ કાર્યક્રમમા હાજરી આપી હતી અને કેવીકેના જુદા જુદા નિદર્શન એકમોની મુલાકાત કરી હતી. કાર્યક્રમના અંતે કુ. પૂજાબેન નકુમે ઉપસ્થિત સર્વેનો કેવીકેની સમગ્ર ટીમ વતી આભાર વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટર શૈલેષકુમાર વાળા પ્રાચી ગીર સોમનાથ