તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડએ સેમળીયા,પીખોર ગામની મુલાકાત લીધી હતી

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના સેમળીયા, પીખોર ગામ ની આજે તાલાળા સુત્રાપાડા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ એ મુલાકાત લીધી હતી ગામના લોકોની મુલાકાત લઈને લોકો ના પ્રશ્નો સાંભળીને લોકોનાં પ્રશ્નો મા રોડ રસ્તા, વીજળી સહિતના અનેક પ્રશ્નો છે. તે પ્રશ્નો નુ તાત્કાલિક નિરાકરણ આવે તેવી ખાતરી આપી હતી અને સાથે સાથે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું કે વૈશ્વિક કોરોના વાયરસ દરમિયાન જે લોકો કોવિડ 19 ના કારણે મૃત્યુ થયેલ દરેક મૃત્યુ દિઠ તેમના પરિવારને ચાર લાખ નું વળતર મળે અને કોવિડ ગ્રસ્ત દર્દીઓ ના તમામ મેડીકલ બિલના રકમ ની સુકવણી સરકારી તંત્રની ઘોર નિષ્ક્રિરીયતાની ન્યાયીક તપાસ અને કોવિડ19 મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાન કે પરિવારજનો પૈકી એક ને કાયમી સરકારી નોકરી આપવા સહિતની સરકાર પાસે ગામોની માહિતી મેળવી સહાય મળે તે માટે ના ફોર્મ ભરી સરકારમાં રજૂઆત કરવામાં આવશે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર શૈલેષકુમાર વાળા પ્રાચી ગીર સોમનાથ