મોંઘવારીના મહીસાસુરનો વધ કરો માં જગતજનની, ખાદ્યતેલ-શાકભાજીથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘુ

મોંઘવારીના મહીસાસુરનો વધ કરો માં જગતજનની, ખાદ્યતેલ-શાકભાજીથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘુ

મોંઘવારીના મહીસાસુરનો વધ કરો માં જગતજનની, ખાદ્યતેલ-શાકભાજીથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘુ

ન્યૂઝ ડેસ્ક 
શાકભાજીથી લઈને સીંગતેલ સુધી અને પેટ્રોલ થી લઈને મુસાફરી સુધી બધું જ મોંઘુ થયું છે, અધૂરામાં પૂરું ગેસના વધેલા ભાવે પણ ગૃહણીઓ અને સામાન્ય નાગરિકોને પરેશાન કરી નાખ્યા છે 

તહેવાર શરૂ થતાં જ ગૃહિણીઓને ઘર કેમ ચલાવવું તે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે શાકભાજી મોંઘા સીંગતેલ અને કપાસિયા તેલ મોંઘા પેટ્રોલ અને ડીઝલ તો પહેલાથી જ મોંઘા થયા છે હવે રસોઈ નો ગેસ પણ મોંઘો થયો છે તો પરિવહન માટે પણ મોંઘવારી મોઢું ફાડી રહી છે પહેલા વાત કરીએ શાકભાજીની રીંગણા ૮૦ રૂપિયા કિલો ટમેટા 60 રૂપિયા કિલો ભીંડો સો રૂપિયા કિલો ગુવાર ૮૦થી ૧૦૦ રૂપિયા કિલો ફુલાવર 60 રૂપિયા કિલો ટીંડોરા પચાસના કિલો તો લીલા વટાણા 200 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે જ્યારે સીંગતેલ અને કપાસિયા તેલ ગત વર્ષના પ્રમાણમાં એક કિલોએ 30 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે તો પેટ્રોલ રાજકોટ 500 રૂપિયાને પાર પહોંચ્યું છે.. આમ સામાન્ય માણસ રોજ 200 રૂપિયા કમાઈ તો સામે 300 રૂપિયાનો ખર્ચો મોઢું ફાડીને તેની કમાણીને સ્વાહા કરી જવા તત્પર છે માણસને બે છેડા ભેગા કરવા મુશ્કેલી પડી રહી છે મોંઘવારીથી એક પણ પ્રકારની રાહત સામાન્ય મધ્યમ વર્ગને નથી મળી ઉપરથી તહેવાર અને સતત વધતા ખર્ચા જાણે ઘા ઉપર મીઠું લાગી રહ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય રહ્યું છે. મોંઘવારીના માહિસાસુરનો અન્ય ક્યારે આવશે એ સવાલ સૌકોઈ પૂછી રહ્યું છે...