રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાર ચોરી કરતી રાજસ્થાની ગેંગના ચાર સભ્યોની ધરપકડ

gujarat-police-rajkot-rajasthan-geng-aressted-in-city

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાર ચોરી કરતી રાજસ્થાની ગેંગના ચાર સભ્યોની ધરપકડ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાર ચોરી કરતી રાજસ્થાની ગેંગના ચાર સભ્યોની ધરપકડ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાર ચોરી કરતી રાજસ્થાની ગેંગના ચાર સભ્યોની ધરપકડ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાર ચોરી કરતી રાજસ્થાની ગેંગના ચાર સભ્યોની ધરપકડ

રાજકોટ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાર ચોરી કરતી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે આ રાજસ્થાની ગેંગ ગુજરાતમાંથી કાર ચોરી અફીણના તસ્કરોને ચોરાઉ વાહનોનું વહેંચાણ કરી નાખતા હતા ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આ શખ્સોએ 18 ચોરી કરી હોવાની કબૂલાત આપી છે ત્યારે આ ગેંગના હજુ ચાર સભ્યો પોલીસ પકડથી દૂર  છે 

રાજસ્થાનમાં આંક મચાવતા બિસ્નોઈ ગેંગના ચાર સદસ્યો ગુજરાતના રાજકોટ પોલીસના હાથમાં ઝડપાયા છે, ઝડપાયેલા સાક્સોન નામ છે  ઓમપ્રકાશ સુર્જનરામ ખીલેરી , અનીલ રઘુનાથરામ ખીલેરી ,ઓમપ્રકાશ ઉર્ફે ભગવાનરામ વગદારામ ડારા અને પીરારામ લાડુરામ આ ચારે શકશો ઉપરાંત હજુ બીજા ચાર શકશો ફરાર  રાજસ્થાનના અફીણના દાણચોરોને ચોરાવ ગાડીઓ પુરી પાડવા માટે ગુજરાતને નિશાન બનાવતા હતા, તમામ શખ્સો મૂળ રાજસ્થાનના છે અને તેમના પર આરોપ છે કે તેઓ ખાસ સ્કોર્પિઓ ગાડીઓની જ ચોરી કરવા માટે ગુજરાત આવતા હતા જેઓ ગાડીઓ ચોરવા માટે ખાસ પ્રકારના ગેજેટનો ઉપયોગ કરતા હતા જેથી કાર માલિકને ચોરીની ખબર પણ ન પડે, ઝડપાયેલા ચોરો અંગે રાજકોટ પોલીસના ડીસીપી ઝોન 1 પ્રવિણકુમાર મીનાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે રાજકોટ શહેર ક્રાઇમબ્રાન્ચને બાતમી મળી હતી કે કાર ચોરી કરતી રાજસ્થાની આંતરરાજ્ય ગેંગ રાજકોટમાં ચોરીને અંજામ આપવા આવી રહી છે તે હકીકતના આધારે પોલીસે વાહન ચેકીંગ ગોઠવી બે કારમાં આવેલા આ ચારેય શખ્સનો ઝડપી લીધા હતા,..


 પોલીસે આ ગેંગની ધરપકડ કરી કાર તેમજ તેમની જડતી લેતા તેમની પાસેથી કી પ્રોગ્રામર/ કાર સ્કેનર, તેમજ જીપીએસ કે-૧૮ ઇન્સ્ટ્રુમેન્ટ મળી આવ્યું હતું પોલીસની પૂછપરછમાં આ શખ્સોએ અત્યાર સુધીમાં અલગ-અલગ 18 ચોરીની કબૂલાત આપી હતી, તો સાથે જ આ શખ્સો ચોરી કરાયેલ કાર અફીણની તસ્કરી કરતી રાજસ્થાનની અન્ય ગેંગને વહેંચી નાખતા હોવાનું સામે આવ્યું છે.. ત્યારે ક્રાઇમબ્રાંચે ચારેય શખ્સોની ધરપકડ કરી બે કાર,ચાર મોબાઈલ, કારમાં ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ રૂ.૩૭,૩૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે .    

પોલીસના જણાવ્યા પ્રમાણે આ શખ્સો પહેલાતો રાત્રીના દશ વાગ્યા આસપાસ ગાડીની રેકી કરતાં . ત્યાર બાદ રાત્રે બે વાગ્યાની આસપાસ ગાડીની ચોરી કરે છે. ગાડીની ચોરી કરતી વખતે સૌ-પ્રથમ આ શખ્સો કારના સાયરનનો વાયર કાપી નાખે છે જેથી દરવાજો ખોલાવાથી સાયરન ન વાગે. ત્યાર બાદ કારનો કાંચ કાઢી દરવાજો ખોલી ગાડીમાં અંદર જઈ ગાડી ચાલુ કરે છે . આ શખ્સો પાસે હમેશા કારનું સ્કેનર રહેલું હોય છે . જો કોઈ કાર ચાલુ કરવામાં એરર આવે તો  આ શખ્સો પોતાની સાથે રહેલુ ગાડીના સ્કેનરથી ગાડીમાં રહેલ ફોલ્ટ સ્કેન કરે છે. ત્યાર બાદ તે ફોલ્ટ દુર કરી અને ગાડી ચાલુ કરીને લઇને જતા રહે છે.... હાલ તો પોલીસે આ શખ્સોની વિશેષ પૂછપરછ શરૂ કરી છે 

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગેંગ રાજસ્થાનની જ અન્ય કુખ્યાત અફીણની હેરફેરી કરતી ગેંગને વહેંચી નાખતા હતા જેથી ચોરાયેલી કાર અંગે છેલ્લે સુધી પોલીસને જાણ જ ન થઇ શકે ઉલ્લેખનીય છે કે રાજસ્થાન પોલીસના કબ્જામાં અલગ અલગ જિલ્લામાં ગુજરાતમાંથી ચોરાયેલી 7 સ્કોર્પિયો ગાડીઓ છે , જે પૈકી ફૌજી ગેંગના સદસ્યોએ એક ગાડીનો ઉપયોગ રાજસ્થાન પોલીસના 2 કોન્સ્ટેબલની ઓટોમેટિક હથિયારથી હત્યા કરવા માટે ઉપયોગમાં લીધા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે , હાલ તો આ તમામ શખસોની પોલીસ દ્વારા આકરી પુછપરહક કરવામાં આવી રહી છે જેથી તેઓએ કરેલી ચોરી અને અન્ય અપરાધિક ગતિવિધિઓ અંગે વિગતો મેળવી ગુન્હાઓનો ઉકેલ લાવી શકાય