કોરોનાએ મનોરંજનનું માધ્યમ જ બદલી નાખ્યું : લોકોને હવે સિનેમામાં નહિ OTT પ્લેટફોર્મ પસંદ છે

gujarat-post-manoranjan-jagat-ott-sinema-people-like

કોરોનાએ મનોરંજનનું માધ્યમ જ બદલી નાખ્યું : લોકોને હવે સિનેમામાં નહિ OTT પ્લેટફોર્મ પસંદ છે
કોરોનાએ મનોરંજનનું માધ્યમ જ બદલી નાખ્યું : લોકોને હવે સિનેમામાં નહિ OTT પ્લેટફોર્મ પસંદ છે
કોરોનાએ મનોરંજનનું માધ્યમ જ બદલી નાખ્યું : લોકોને હવે સિનેમામાં નહિ OTT પ્લેટફોર્મ પસંદ છે
 
મનોરંજન જગત 
 
2020 કોરોનાને પગલે દેશ પહેલી વખત સંપૂર્ણ રૂપથી લોકડાઉંન થયો અને સમગ્ર દુનિયા જ બદલાઈ ગઈ, તમામ ક્ષેત્રની સાથે દેશને મનોરંજન પૂરું પડતા સિનેમાની દુનિયા પણ બદલાઈ, તમામ ઉદ્યોગ સાથે સીને ઉદ્યોગ પણ ઠપ્પ થઇ ગયો અને તેની જગ્યા લીધી ott એ ઓનલાઇન ટેલિવિઝન જે માત્ર ટીવી જ નહિ સ્માર્ટ ફોનમા ઉપર પણ આસાનીથી ઉપલબ્ધ થયું છે,
4જી એ લોકડાઉંન ના કપરા સમયમાં લોકોને ઘરની અંદર જ એક નવી જ મનોરંજન ની દુનિયા સાથે રૂબરૂ સાક્ષાત્કાર કરાવ્યો અને લોકો માટે સસ્તું અને સરળ મનોરંજન ઉપલબ્ધ થયું સાથે જ સિનેમાના યુગની સમાપ્તિ તરફ દુનિયા આગળ વધી રહી હોઈ તેવી અનુભૂતિ લોકોને થવા લાગી છે ઓટિટિ એ નવા જ સીમાંકન સ્થાપિત કર્યા છે, આ પ્લેટ ફોર્મ ઉપર રિલીઝ થતી ફિલ્મો અને સિરીઝ તેમજ અન્ય મનોરંજક પ્રોડક્ટ લોકોએ હાથોહાથ લીધી છે..
ઓટિટિ પહેલા કેટલું સફળ રહેશે અને તેને કેટલા લોકો પસંદ કરશે એ વાતને લઈને સવાલ ઉઠતા હતા જોકે હવે ઓટિટિએ જે પ્રકારે લોકડાઉંન દરમ્યાન પોતાની જગ્યા બનાવી છે એ અભૂતપૂર્વ છે અને મનોરંજન જગત માટે નવા જ સીમાંકન સ્થાપ્યા છે જેમ સિનેમાના સુવર્ણ સમયમાં એકાએક ટીવી નો ઉદ્ભવ થયો હતો તેમ ઓટિટિ એ પણ પોતાનો મજબૂત પગદંડો જમાવ્યો છે રહસ્યમય શ્રેણીઓ હોઈ કે ક્રાઇમ થ્રિલર હોઈ કે પછી સેમી પોર્ન સિરીઝ ઓટિટિ એ મનોરંજન જગતના નવા આયામ સિદ્ધ કર્યા છે,
ખાસ તો દેહાતી ભાષાના ટચ અને ભયંકર રૂપથી બોલાતી ગાળો તેમજ ભરપૂર સેક્સ અને હિંસા એ ઓટિટિ પ્લેટફોર્મમાં આગ લગાવી દીધી છે એમ કહી શકાય, ઓટિટિ એ માત્ર મનોરંજન માટે નવા દ્વારા ખોલી નાખ્યા છે..
એવું નથી પરંતુ નવા માટે અને જે લોકોમાં કલા રહેલી છે છતાં ચોક્કસ વર્ગના લોકો મનોરંજન ક્ષેત્રમાં તેને ઘુસવા દેતા ન હતા એવા કલાકારોએ પોતાનો સિક્કો જમાવી દીધો છે અને એટલે જ બોલીવુડના કહેવાતા સ્ટાર પણ હવે ઓટિટિ તરફ આગળ વધી રહ્યા છે કદાચ ઘણા ને ખબર પડી ગઈ છે કે હવે સિલ્વર સ્ક્રીન ના જમાના ચાલ્યા ગયા છે અને હવે જો ઓટિટિ ને નહિ પકડીએ તો આ ટ્રેન ઉપર કોઈ બીજા જ ચડી જશે અને એ પણ ફર્સ્ટક્લાસમાં,  કારણ લોકોને હવે મનોરંજન જોઈએ છે કોઈ સ્ટાર છાપ ફિલ્મો નહિ અહીં કલાકાર અને તેની કલા સાથે એક્ટિંગનું પાણી પણ પામે જાય છે અને કલા ને બુલંદી પણ પ્રાપ્ત થાય છે..
ખાસ તો હાઈ નિર્માતાને પ્રોડક્ટ બનવવાના જ પૈસા ખર્ચ કરવા પડે છે... પ્લેટફોર્મ તો મફતના ભાવમાં ઉપલબ્ધ છે કારણ કે તેઓ પોતાનું ખુદ નું પણ ઓટિટિ લોન્ચ કરી શકે છે જેથી ઘણોખરો ખર્ચ બચી શકે છે અને માસ વર્ગ સુધી પહોંચી શકાય છે સાથે જ લોકોને પણ ખરેખર મનોરંજક વિષય વસ્તુ હોઈ તે જ તેઓ જોવે છે એટલે ઓટિટિ એ નવી દુનિયાના મનોરંજન નું સૌથી સસ્તું અને સૌથી સરળ ઉપલબ્ધ માધ્યમ બન્યું છે 
 
ઓટિટિ એ કમાણીના પણ રેકોર્ડ તોડી નાખ્યા છે 
ઓટિટિ એ કમાણીના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે ટીવી ને હવે લોકો ખરેખર ઇડિયટ બોક્સ કહેવા લાગ્યા છે જ્યા ચીલાચાલુ સસ બહુ ટાઇપની લુસી શ્રેણીઓ આવી રહી છે અને કોમેડીમાં તો બ્લન્ડર જ હોઈ છે જોકે હવે દર્શકોને ખરું મનોરંજન મળવા લાગ્યું છે અને એ પ ન ઓટિટિ પ્લેટફોર્મ ઉપર થી જયારે જોવું હોઈ અને જેમ જોવું હોઈ તેમ દર્શકો પોતાને મનગમતું જોઈ શકે છે એટલું જ નહિ અહીં રિલીઝ થતા શ્રેણીઓ અને ફિલ્મોને કરોડોની કમાણી થઇ રહી છે 
ઓટિટિ ઉપર કોણ કોણ છે સૌથી વધુ લોકપ્રિય અને સફળ ?
ઓટિટિ ઉપર તમામ મીડિયા ગ્રુપ અને ટીવી ચેનલ્સ જે  મનોરંજન પીરસે છે એ આવી ચુક્યા છે જેમ કે ડિઝની સાથે સ્ટાર છે , સોની, ઝી 5 , કલર્સ વુટ સાથે છે તો નેટફ્લિક્સ અને એમેઝોન પહેલે થી જ સિક્કો જમાવી ચુક્યા છે જોકે અહીં અલ્ટ બાલાજી અને અન્ય પ્રોડક્શન હાઉસના પોતાના શો પોતાના જ પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઇ રહ્યા છે જે લોકોને ખાસ્સા પસંદ આવી રહ્યા છે જેને લઈને નિર્માતાઓને રૂપિયાનો ઢગલો થાય એટલી કમાણી થઇ રહી છે