શાળા નંબર ૯૩ ના આચાર્યશ્રી  વનિતા રાઠોડને રાષ્ટ્રીય પારિતોષિક 2021 થી સન્માનિત કરવામાં આવ્યા

શાળા નંબર ૯૩ ના આચાર્યશ્રી  વનિતા રાઠોડને રાષ્ટ્રીય પારિતોષિક 2021 થી સન્માનિત કરવામાં આવ્યા
શાળા નંબર ૯૩ ના આચાર્યશ્રી  વનિતા રાઠોડને રાષ્ટ્રીય પારિતોષિક 2021 થી સન્માનિત કરવામાં આવ્યા

શાળા નંબર ૯૩ ના આચાર્યશ્રી  વનિતા રાઠોડને રાષ્ટ્રીય પારિતોષિક 2021 થી સન્માનિત કરવામાં આવ્યા

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત પે.સેન્ટર શાળા નંબર 93નાં આચાર્ય વનિતાબેન રાઠોડ ને વર્ષ ૨૦૨૧માં રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માનિત કરવામાં આવ્યા. કોરોના મહામારી ના કારણે આ વર્ષે રાષ્ટ્રપતિશ્રીના હસ્તે વર્ચ્યુઅલ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રના 44 શ્રેષ્ઠ શિક્ષકોને સમ્માનિત કરવામાં આવ્યા. દેશભરમાંથી પસંદ કરાયેલા 44 શ્રેષ્ઠ શિક્ષકોમાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 93 નાં આચાર્ય વનિતાબેન રાઠોડ ની પસંદગી કરવામાં આવી. તેઓને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા. પ્રમાણપત્ર તથા સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યું. mhrd મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનજીની હાજરીમાં તથા માનનીય આદરણીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિડશ્રીના વરદ હસ્તે તેઓએ કરેલી વિશિષ્ટ કામગીરી ની વીડિયોગ્રાફી પણ દેશભરમાં પ્રસારિત કરવામાં આવી. વનિતાબેન રાઠોડ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત થયેલા નવતર પ્રયોગો, બાળકોના આરોગ્ય માટે લીધેલ કાળજી તથા વનિતાબેન દ્વારા પર્યાવરણ જાળવણી અને માવજત માટે અને કન્યા કેળવણીના  માટે તથા બાળકોના અભિનય કળા, ખેલ કૂદ, શાળા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તથા દાતાશ્રીની મદદથી તેમણે કરેલી શાળાના ભૌતિક સુવિધાઓના વિકાસની કામગીરીને લઇને ધ્યાનમાં લઈને તેમની કામગીરીને રાષ્ટ્રીય કક્ષાએ સરાહવામાં આવી. ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગ દ્વારા  શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ, ટી. એસ. જોષી સાહેબ, હૈદરસાહેબ, નૂતનબેન રાવલ, શિક્ષણ નિયામક ચાવડા સાહેબ તથા ગાંધીનગરના શિક્ષણ વિભાગના વિવિધ અધિકારીઓની હાજરીમાં રાષ્ટ્રીય પારિતોષિક પ્રાપ્ત કરવા બદલ વનીતાબેન રાઠોડ નું સન્માન કરવામાં આવ્યું. ગુજરાતના ગૌરવ સમાન વનિતાબેન રાઠોડને શિક્ષણ જગત તરફથી શિક્ષણ પરિવારના વિવિધ સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમાર, કેળવણી નિરીક્ષકશ્રી ડૉ. પૂર્વીબેન ઉચાટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન સાહેબશ્રી અતુલ પંડિત, વાઇસ ચેરમેન બહેનશ્રી સંગીતાબેન છાયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિવિધ સદસ્યો, યુઆરસીશ્રી દિપકભાઈ સાગઠીયા, સી.આર.સી પ્રકાશભાઈ ચાવડા તથા શાળાના શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. રાજકોટનાં તમામ શિક્ષકો દ્વારા ખુશી અને ગર્વની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.