તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના કલાકાર નટુકાકાનું નિધન 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના કલાકાર નટુકાકાનું નિધન 

\તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના કલાકાર નટુકાકાનું નિધન 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો માં લોકોનું મનોરંજન કરાવનારા ઘનશ્યામભાઈ નાયક (નટુકાકા) નું કેન્સરની ટુંકી બીમારી બાદ આજે દુઃખદ નિધન થતા લોકોમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. તારક મહેતાના તમામ કલાકારોમાં ભારે દુ:ખ જોવા મળી રહ્યું છે.

ઘનશ્યામભાઈ નાયકે ભવાઇ અને જુની રંગભૂમિથી પોતાના કેરિયરની શરુઆત કરી હતી અને છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં નટુકાકા તરીકે એક કલાકારનું કામ કરી રહ્યા હતા. જો કે, કેન્સરની ટુંકી બીમારી બાદ તેઓનું આજે દુઃખદ અવસાન થયું છે...ગુજરાતી રંગમંચથી શરુ કરી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ધારાવાહિકના “નટુકાકા”ના હુલામણા નામ થી વિખ્યાત શ્રી ઘનશ્યામભાઈ નાયકના આકસ્મિક અવસાનથી ગુજરાતી રંગમંચને મોટી ખોટ પડી છે.