રબારી સમાજના બાળકોમાં મોબાઈલના દુષણને દૂર કરવા મહા અભિયાન 

રબારી સમાજના બાળકોમાં મોબાઈલના દુષણને દૂર કરવા મહા અભિયાન 

જય વડવાળા દેવ સાથે જણાવાનૂ કે આપણા રબારી સમાજ મા ઓનલાઈન એજયુકેશન પ્રધ્ધતિ મા સમાજ ના બાળકો ૬ થી ૧૬ વષઁ ના બાળકો મા મોબાઇલ ઈંટરનેટ ગેમ નુ પ્રમાણ દિવસે ને દિવસે વધતુ જાય છે.જેની અસર થી બાળકો મા માનસિક રીતે શારીરિક રીતે તથા આથિઁક રીતે ખુબ જ નુકસાનકારક સાબીત થઈ રહીયુ છે.જેના ભવિષ્ય મા આપણે ને સમાજ ને ધાતક અસર થઈ પડે એમ છે..જેના થી સમાજ નુ બાળક શારીરિક તથા માનસિક રીતે પાંગળુ બને છે..
        આ બાબત ને જોતા " રાયકા યૃવા ગૃપ " સંતકબીર રોડ ગોકુલનગર ના સભ્યો એ " અભીયાન ની શરૂઆત રાજકોટ ગોકુલનગર માંથી કરે છે.જેમા અમોને 80 % રીઝલ્ટ મળી ગયુ છે..તેથી અમારા ઉત્સાહ મા વધારો થયો.જેના અનુસંધાને આ અભિયાન તમામ રબારી સમાજ મા જો શરૂ કરવામા આવે તો બાળકો નુ ભવિષ્ય સુધરે તથા બાળકો શારીરિક માનસિક રીતે ખડતલ બની સમાજ તથા દેશ નુ ભવિષ્ય બને એ માટે અમારા આ સેવારૂપી યક્ષ મા મેસરીયા ધામ પુજય બંસીદાસ બાપુ ને મંગનીરામ બાપુ જોડાય અને અમારા આ અભિયાન ને આશિરવચન આપી સમગ્ર રબારી સમાજ મા અભીયાન ને વેગ આપો એવી અમારી આ યૃવા પેઢીની લાગણી અને અપેક્ષા છે..તમારા આશીર્વાદ સાથે

જય હીન્દ જય ભારત 
સુત્ર: હર ધર કો જગાયેગે
         મોબાઇલ ગેમ કો ભગાયેગે
લિ...રાજકોટ ગોકુલનગર રાયકા ગૃપ સંતકબીર રોડ