રૂપાણીના પાંચ વર્ષમાં શિક્ષણની અધોગતિ, ખાનગી શિક્ષણના નામે હાટડી ખોલી વિદ્યાનો વેપાર :પરેશ ધાનાણી

gujaratpost-rajkot-congress-protest-vijay-rupani-cm-gujarat

રૂપાણીના પાંચ વર્ષમાં શિક્ષણની અધોગતિ, ખાનગી શિક્ષણના નામે હાટડી ખોલી વિદ્યાનો વેપાર :પરેશ ધાનાણી
રૂપાણીના પાંચ વર્ષમાં શિક્ષણની અધોગતિ, ખાનગી શિક્ષણના નામે હાટડી ખોલી વિદ્યાનો વેપાર :પરેશ ધાનાણી 
રાજકોટ 
રાજ્યમાં આજથી પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિજય રૂપાણી સરકારની નિષ્ફળતાઓ સમયે જન આંદોલન અને વિરોધ માટેના વિવિધ સૂત્રીય કાર્યક્રમો શરૂ કર્યા છે જેના ભાગ રૂપે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્ષિટીના પટાંગણમાં વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમા બંધ કરો શિક્ષણ નો વેપાર ના સૂત્રો ચારે સાથે વિરોધ કર્યો હતો, છેલ્લા 25 વર્ષના ભાજપના શાશન અને છેલ્લા 5 વર્ષના વિજય રૂપાણીના શાશનમાં શિક્ષણ વ્યવસ્થા ધ્વસ્ત થઇ ગઈ હોવાનું અને ગુજરાત અંધકાર યુગમાં જીવી રહ્યાનો આક્ષેપ લગાવ્યો છે , સૌરાષ્ટ્ર યુનિવર્ષિટી કેમ્પસ ખાતે વિરોધ પક્ષના કાર્યક્રમ સ્થળે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો કોંગ્રેસ નેતાઓ યુથ કોંગ્રેસના આગેવાનો અને શહેર તેમજ જિલ્લાના આગેવાનોએ ઘરના અને વિરોધ સુત્રોચાર કરતા પોલીસે વિધાનસભાના  વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતની અટકાયત કરી છે