રસિકભાઈ ચેવડાવાળા સહિત ફરાળી વાનગીના 20 વિક્રેતાઓ ઉપર દરોડા, ફરાળી પેટીસના લીધા નમૂના 

gujaratpost-rajkot-food-raid-petish-food

રસિકભાઈ ચેવડાવાળા સહિત ફરાળી વાનગીના 20 વિક્રેતાઓ ઉપર દરોડા, ફરાળી પેટીસના લીધા નમૂના 
રસિકભાઈ ચેવડાવાળા સહિત ફરાળી વાનગીના 20 વિક્રેતાઓ ઉપર દરોડા, ફરાળી પેટીસના લીધા નમૂના 
રસિકભાઈ ચેવડાવાળા સહિત ફરાળી વાનગીના 20 વિક્રેતાઓ ઉપર દરોડા, ફરાળી પેટીસના લીધા નમૂના 
રસિકભાઈ ચેવડાવાળા સહિત ફરાળી વાનગીના 20 વિક્રેતાઓ ઉપર દરોડા, ફરાળી પેટીસના લીધા નમૂના 

રસિકભાઈ ચેવડાવાળા સહિત ફરાળી વાનગીના 20 વિક્રેતાઓ ઉપર વિભાગના દરોડા, ફરાળી પેટીસના લીધા નમૂના 


રાજકોટ 
રાજકોટ-મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે દરોડા પાડવાની કામગીરી કરી છે, શહેરમાં ફરાળી વાનગીઓનું વેંચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી છે, શહેરના જુદા જુદા વિસ્તારમાં 20 પેઢીમાં  તપાસ કરવામાં આવી છે.. ફૂડ વિભાગે અલગ અલગ પેઢીઓમાંથી ફરાળી પેટીસ,ફરાળી લોટ,ફરાળી કુકીઝના કુલ 4 નમૂના લઇ લેબોરેટરીમાં મોકલ્યા છે, જેનો રિપોર્ટ આવ્યે કાર્યવાહી કરવામાં આવનાર છે, ફૂડ વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા લેવામાં આવેલ વિવિધ નમૂના પૈકી 3 નમૂના સબસાન્ડર્ડ આવતા 2.95 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં ગિરિરાજ એન્ટરપ્રાઇઝમાંથી લેવામાં આવેલ નમૂનામાં ધાણા-જીરું પાવડરનો નમૂનો નાપાસ થતા રૂ.1.15 લાખનો દંડ,જ્યારે હળદરનો નમૂનો નાપાસ થતા તે વેપારીને રૂ.1.15 લાખનો દંડ, તેમજ જય ખોડિયાર ટ્રેડર્સમાંથી લેવામાં આવેલ મગફળીના તેલના નમૂના ફેઈલ થતા રૂ.65 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે, 
 
આજે ખાસ તો ફરાળી વાનગીના ધંધાર્થીઓને જાણે જપ્તે લીધા હોઈ તેમ ફૂડ વિભાગે એક સાથે ઢગલાબંધ દુકાનો અને ઉત્પાદકોને નિશાને લીધા છે, જેમાં લીમડાચોક ખાતે આવેલા રાજકોટના સુપ્રસિદ્ધ રસિકભાઈ ચેવડાવાળા ને ત્યાંથી ફરાળી પેટિસનો નમૂનો લેવામાં આવ્યો છે, શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો વિશેષ ઉપયોગ થતો હોય, ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) ફરાળી કુકીઝ (લુઝ) સ્થળ: અમૃત ફુડ્સ, (Twilicious Bekery), પ્લોટ નં ૨૮તાલુકા પોલીસ સ્ટેશન સામે, સિતારામ પાર્ક કો.ઓ. સોસાયટી, મોટા મૌવાકાલાવડ રોડ (૨ ગાય છાપ રાજગરા લોટ (૫૦૦ ગ્રામ પેક્ડ) સ્થળ:- બાલાજી એન્ટરપ્રાઇઝ, (સેલ પોઇન્ટ સુપર માર્કેટ) ક્લ્યાણ પાર્ટી પ્લોટ સામે, શાસ્ત્રીનગર પાસે, નાના મૌવા મે. રોડ (૩) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- રસિકભાઇ ચેવડાવાળા, લીમડા ચોકદ્ (૪) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- જોકર ગાંઠીયા, દુકાન નં ૫પંચનાથ કોમ્પલેક્ષ, પંચનાથ મંદિર નજીક, લીમડા ચોક લીધેલ છે.,
 
ઉપરાંત પ્રણામી ફરસાણ શ્રીહરિ નમકીન, મધુભાઈ ચેવડાવાળા, શ્રીજી નાસ્તા ગૃહ, કચ્છ ખાવડાવાળા, જોકર ગાંઠિયા, ભરતભાઈ ફારસી ખીચડીવાળા, શિવ પેટીસ,જયશ્રી ખોડિયાર ટી, પાયલ ડેરી ફાર્મ, રચિત ઇટરી, ઠક્કર ફરસાણ, ભારત ડેરી ફાર્મ,શ્યામ પેટીસ, બાલાજી ફરસાણ,અંબિકા ફરસાણ, શ્રીનાથજી ડેરી ફાર્મ, શ્યામ ડેરી સહિતના ને ત્યાં નમૂના લેવામાં આવ્યા છે.