શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ'ની મુલાકાત લઈ બાળકો સાથે લાગણીસભર સંવાદ કરીને ૬૫ મો જન્મ દિવસ મનાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

'શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ'ની મુલાકાત લઈ બાળકો સાથે લાગણીસભર સંવાદ કરીને ૬૫ મો જન્મ દિવસ મનાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

સામાજિક ન્યાય મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર પણ સહભાગી થયા

રાજકોટ

રાજકોટ ખાતે 'શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ' ના બાળકો સાથે ટ્રસ્ટના પ્રમુખ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વાર્તાલાપ યોજ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ આ પ્રસંગે ટ્રસ્ટના નવીનીકરણની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદશર્ન આપ્યું હતું .
જન્મ દિવસની  શુભેચ્છાઓ બદલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ નગરજનો, શ્રી પુજીત ટ્રસ્ટના બાળકો તેમજ ટ્રસ્ટીઓનો અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૫ વર્ષથી રાજકોટમાં  સેવારત શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા જ્ઞાન 'પ્રબોધિની પ્રોજેક્ટ' હેઠળ અત્યાર સુધીમાં ૩૧૫ જેટલા આર્થિક રીતે નબળા બાળકોએ ઉચ્ચ સફળ કારકિર્દીના સોપાનો સર કર્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પુજીતના અવસાન પછી તેની સ્મૃતિમાં બનાવાયેલા પુજીત રૂપાણી ટ્રસ્ટના સેવાકિય કાર્યોથી અનેક પુજીતનુ નિર્માણ થયું છે.
સેવા એ જીવનનુ મિશન છે, તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની સંવેદનાસભર યોજનાઓ જેવી કે અનાથ બાળકો માટેની સહાય યોજના અને ગંગાસ્વરૂપ બહેનોના પુનઃ લગ્નની આર્થિક સહાય યોજના સહિતની માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત ટ્રસ્ટી શ્રી મેહુલભાઇ રૂપાણી અને આભારવિધિ ટ્રસ્ટીશ્રી અમિનેષભાઈ રૂપાણીએ કરી હતી.
પ્રસંગે મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સુનયના તોમર, કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, રાજકોટના મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, રાજકોટ શહેર - જિલ્લાના પદાધિકારીઓ - અધિકારીઓ, આગેવાનશ્રીઓ, કોર્પોરેટરો, શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ, 
બાળકો અને વાલીઓ વગેરે સહભાગી થયા હતા.