ડુંગળીના ભાવે ગૃહણીઓ બાદ ખેડૂતોને રડાવ્યા, હોલસેલમાં એક કિલોના ૨ રૂપિયા 

ડુંગળીના ભાવે ગૃહણીઓ બાદ ખેડૂતોને રડાવ્યા, હોલસેલમાં એક કિલોના ૨ રૂપિયા 
ડુંગળીના ભાવે ગૃહણીઓ બાદ ખેડૂતોને રડાવ્યા, હોલસેલમાં એક કિલોના ૨ રૂપિયા 
 
 
રાજકોટ, 
આ વખતે ડુંગળીના ભાવ વધ્યા નથી પણ ઘટ્યા છે અને એ પણ ખેડૂતો માટે,  સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડમાં ડુંગળી હોલસેલમાં એટલે યાદમાં હરરાજીમાં એક રૂપિયા કિલોના ભાવે વેંચાઈ રહી છે,  ગત વર્ષે ડુંગળીના કિલોના ભાવ ૮૦ રૂપિયાથી ૧૦૦ રૂપિયા હોલસેલમાં હતા એજ ડુંગળી હવે એક રૂપિયાથી ૨ રૂપિયા કિલોના ભાવે હોલસેલમાં વેંચાઈ રહી છે આ વખતે ડુંગળીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે ગત વર્ષે ડુંગળીએ ગૃહણીઓ અને ખાસ તો માધ્યમ વર્ગ અને ગરીબોને આંખમાં પાણી લાવી દીધું હતું ગરીબીનો કસ્તુરી આ વર્ષે સસ્તી થી છે જોકે હોલસેલમાં ખેડૂતો પાસેથી ડુંગળી ૩૦ રૂપિયા થી ૫૦ રૂપિયાના ૨૦ કિલો લેખે ખરીદ્યા બાદ સિન્ડીકેટના ધંધાર્થીઓ તેને છૂટક બજારમાં ઊંચા ભાવે વેંચી રહ્યા છે .. આમ ડુંગળી પહેલા ગૃહણીઓ અને હવે ખેડૂતોને રડાવી રહી છે જોકે ખેડૂતો પાસેથી સસ્તામાં ડુંગળી ખરીદી દલાલ અને વેપારીઓ નાના ધંધાર્થીઓને મોટો નફો કમાવા માટે ઊંચા ભાવે વેંચે છે અને ગ્રાહકોને ૨ રૂપિયા કિલોની ડુંગળી ૨૦ રૂપિયા કિલોએ મળી રહી છે આમ ૧૦૦ ગણા કરતા વધુ નફો ડુંગળી પકવનારા ખેડૂતોને નહિ પણ વચેટીયાઓ કમાઈ રહ્યા છે 
 
ગત વર્ષે સારા ભાવ મળ્યા હતા ડુંગળીના, ખેડૂતો કરતા વચેટીયા કમાયા હતા 
 
ગત વર્ષે ખેડૂતોને ડુંગળી ૨૦ કિલોના ભાવ ૪૦૦ થી ૮૦૦ રૂપિયા સુધી મળ્યા હતા એટલું જ નહિ એક સમયે ૨૦ કિલો ડુંગળી ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયા સુધી વેંચાઈ હતી જોકે ડુંગળી એ પણ જાણે કલર બતાવ્યો હોઈ તેમ આ વર્ષે મબલખ ઉત્પાદન થયું છે અને માલની ખપત પણ ઓછી છે જેને લઈને ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા, ભાવ અને આવક નું સીધું જ ગણિત છે જેમ માલ વધુ અને ડીમાંડ ઓછી તેમ ભાવ ઘટે છે તો ડીમાંડ વધુ અને આવક ઓછી તો ભાવ વધુ મળે છે આ વર્ષે ભાવને લઈને ખેડૂતો રડી રહ્યા છે