ગુજરાતમાં આગામી ત્રણ દિવસ છુટા છવાયા વરસાદની આગાહી, ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે

ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે, ગરમીથી લોકોને રાહત મળવાની સંભાવના 

સમાચાર ડેસ્ક 

ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે , હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યાના કેટલાક વિસ્તારો ખાસ કરીને અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના જીલ્લા અને અમરેલી સાવરકુંડલા અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા થી ભારે વરસાદ પડી શકે છે , પવનની ગતી ૪૦ કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે , તો ભેજનું પ્રમાણ પણ કેટલાક વિસ્તારોમાં વધી શેક છે જેને પગલે વરસાદી માહોલ બંધાઈ શકે છે ભીષણ ગરમી અને તાપ થી ત્રાસ સહન કરતા ગુજરાતવાસીઓને વરસાદી ઝપતા થી મોટી રાહત મળી શકે છે