3 દિવસ બાદ હાજર થયેલા રાજકોટ CPએ કહ્યું: તપાસ ચાલે છે એટલે કોઈ સ્ટેટમેન્ટ નહીં આપું

3 દિવસ બાદ હાજર થયેલા રાજકોટ CPએ કહ્યું: તપાસ ચાલે છે એટલે કોઈ સ્ટેટમેન્ટ નહીં આપું

રાજકોટ અને ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી બહુગાજેલા MLA ગોવિંદ પટેલના લેટરબોંબ કાંડ બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અદ્રશ્ય થઈ ગયા હતા. જે આજે પોલીસ કમિશનર કચેરી ખાતે હાજર થયા હતા અને પત્રકાર પરિષદ યોજી મીડિયાને જણાવ્યું હતું કે,મારા વિરુદ્ધ તપાસ ચાલે છે એટલે કોઈ સ્ટેટમેન્ટ નહીં આપું. આ અંગે ઉચ્ચ અધિકારીને બ્રિફ કર્યા છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા દિવસોમાં વિવિધ રજુઆત કરવામાં આવી છે. જેમાં એક મારા વિરુદ્ધ આક્ષેપ છે. તેની તપાસ ચાલી રહી છે. મારે કાંઈ બોલવું નથી. કોરોના જેવા ખરાબ સમયમાં મેં રાજકોટ માટે ઘણું કામ કર્યું છે. મારી કામગીરીની ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને જે કાંઈ પગલાં લેશે એ માન્ય રહેશે. હાલ રાજકોટ પોલીસે શહેરમાં થતી ગુનાખોરીને નિયંત્રણમાં રાખી છે. જેમ મેં પહેલા કહ્યું તેમ મારા કેસ અંગે હું મીડિયા સામે કોઈ સ્ટેટ્સ નહિ આપું.