શનિવારે ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં નહીં જોવા મળે: વર્ષ ૨૦૨૧નું અંતિમ ગ્રહણ

શનિવારે ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં નહીં જોવા મળે: વર્ષ ૨૦૨૧નું અંતિમ ગ્રહણ

ખગ્રાસ સૂર્યગ્રહણ શનિવારે છે. સંવત ૨૦૭૮ના કારતક વદ કૃષ્ણપક્ષ અમાસના વૃશ્ચિક રાશી, જયેષ્ઠા નક્ષત્રમાં થનારું ખગ્રાસ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. વર્ષ ૨૦૨૧નું આ અંતિમ ગ્રહણ છે.

આ ગ્રહણ એર્ન્ટાક્ટિકામાં ખગ્રાસ અને દક્ષિણ આફ્રિકા, દક્ષિણ એન્ટાલિકામાં ખંડગ્રાસ સ્વરૃપે જોવા મળશે. શાસ્ત્રો પ્રમાણે જેમની કુંડળીમાં શનિ અશુભ હોય નીચનો  કે શત્રુ ક્ષેત્રી હોય અને પીડા આપતો હોય જેવીકે દગો ફટકો લડાઈ-ઝઘડા કોર્ટ-કચેરી નુકસાની લગ્ન વિલંબ કાર્યમાં રુકાવટ  આ સમસ્યા હોય  તેમણે તથા જે રાશિના લોકો હાલમાં નાની-મોટી પનોતીમાંથી પસાર થઈ રહ્યા છે તેમને તો અવશ્ય શનિ અમાવસ્યા એ નિવારણ કરવું જોઈએ.

આ દિવસે  ઉપાયો કરવાથી ચોક્કસ  પીડામાંથી મુક્તિ અને રાહત મેળવી શકાય છે.

ભારતીય સમય અનુસાર ગ્રહણ સ્પર્શ સવારે ૧૦ કલાક ૫૯ મિનિટ ૧૮ સેકન્ડ, ગ્રહણ સંમિલન ૧૨ કલાક ૩૦ મિનિટ ૩૦ સેકન્ડ, ગ્રહણ મધ્ય ૧૩ કલાક ૩ મિનિટ ૨૮ સેકન્ડ, ગ્રહણ ઉન્મિલન ૧૩ કલાક ૩૬ મિનિટ ૩૯, ગ્રહણ મોક્ષ ૧૫ કલાક ૭ મિનિટ ૨૯ સેકન્ડના છે.