સૌરાષ્ટ્રની નામાંકિત હોસ્પિટલ મંગલમ મેટર નીટી હોમ એન્ડ સર્જીકલ હોસ્પિટલ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી 30 ફૂટ લાંબો ધ્વજલહેરાવવામાં આવેલ

સૌરાષ્ટ્રની નામાંકિત  હોસ્પિટલ મંગલમ મેટર નીટી હોમ એન્ડ સર્જીકલ હોસ્પિટલ દ્વારા સ્વાતંત્ર્ય  પર્વની ભવ્ય ઉજવણી 30 ફૂટ લાંબો ધ્વજલહેરાવવામાં આવેલ

દેશભક્તિના રંગે રંગાયેલ મણિયાર પરિવાર ના જાણીતા શિક્ષણ શાસ્ત્રી સ્વ. ધીરજલાલ મણિયાર ના સુપુત્ર મોઢવણિક સમાજ રાજકોટના ઉપપ્રમુખ, શ્રી મોઢેશ્વર માતાજી ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ અનેરાજકોટ નાગરિક સહકારી બેંક કાલાવડ રોડ બ્રાન્ચના કન્વીનરશ્રી નીતિનભાઈ મણિયારના
 ધર્મપત્ની જાણીતા ડોક્ટર દીપાબેન નીતિનભાઈ મણિયાર મંગલમ મેટર નીટી હોમ એન્ડ સર્જીકલ હોસ્પિટલ 4.પંચનાથ પ્લોટ  ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણભવ્ય રીતે ઉજવણી કરવામાં આવનાર છે.
ડોક્ટર દીપા મણિયાર વધુમાં જણાવે છે કે પુરા ભારતમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આહવાન ને વધાવીને હર ઘર તિરંગા અભિયાન થકી દેશના પ્રત્યેક નાગરિક પોતાના ઘર, દુકાન, ફેક્ટરી કે હોસ્પિટલમાં તારીખ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તિરંગો ધ્વજ તેની આનબાન અને શાન જાળવી લહેરાવવા માટેનું આહવાન કરેલ છે ત્યારે આ મહા ઉત્સવ પ્રસંગે રાષ્ટ્રભક્તિ પ્રગટાવવા દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્રની જાણીતી હોસ્પિટલ મંગલમ મેટરનીટી હોમ એન્ડ સર્જીકલ હોસ્પિટલ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે તેમજ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય ધ્વજ ત્રીસ ફૂટ લાંબો લહેરાવેલ હતો.અને અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરવા અનુરોધ કરવામાં આવશે.
ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે હોસ્પિટલના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

દેશભક્તિ કાર્યક્રમને સ્વ.ધીરજલાલ મણીયાર પરિવાર તેમજ મઘુભાઇ ચેવડાવાળા પરિવારે હાર્દિક શુભેચ્છા પાઠવી છે