શ્રમયોગી આરોગ્ય સંજીવની વાનના સ્ટાફ દ્વારા કેક કાપી પ્રધાનમંત્રીશ્રીના જન્મ દિવસની કરાયેલ ઉજવણી

શ્રમયોગી આરોગ્ય સંજીવની વાનના સ્ટાફ દ્વારા કેક કાપી પ્રધાનમંત્રીશ્રીના જન્મ દિવસની કરાયેલ ઉજવણી

આજ રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ૭૧ મા જન્મદિવસ નિમિત્તે, રાજકોટ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચાલતા શ્રમયોગી આરોગ્ય સંજીવની  (ધન્વંતરિ) વાનના સ્ટાફ દ્વારા સ્ટર્લિંગ કાસ્ટિંગ ના શ્રમિકો, કારીગરો સાથે  કેક કાપી પ્રધાનમંત્રીશ્રીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રંસગે શ્રમયોગી કલ્યાણ બોર્ડના શ્રી બી.એસ.પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે. શ્રમયોગી આરોગ્ય સંજીવની  (ધન્વંતરિ) વાન સ્થળ પર જઈ શ્રમિકોના આરોગ્યની ચકાસણી કરી જરૂરી સારવાર સ્થળ પર જ પુરી પાડે છે, તથા જરૂર જણાયે તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની ઉમદા કામગીરી કરે છે.  શ્રમિકોને સ્થળ પર સારવાર મળી રહેતા તેમનો કિંમતી સમય બચે છે.