રાજ્યભરમાં આજથી 8 સ્થળોએ PSI અને LRDની શારીરિક કસોટી શરૂ

રાજ્યભરમાં આજથી 8 સ્થળોએ PSI અને LRDની શારીરિક કસોટી શરૂ

ગુજરાત પોલીસમાં PSI અને LRDની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ આજથી શરૂ થઈ ગઈ છે. જે 29મી જાન્યુઆરી 2022 સુધી ચાલશે. જોકે કમોસમી વરસાદને પગલે રાજ્યમાં 15 જેટલા મેદાનોમાંથી 7 જગ્યાએ કસોટી 3-4 ડિસેમ્બર માટે મોકૂફ રાખવામાં આવી છે. ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર, અમરેલી, વાવ-સુરત, નડિયાદ અને ગોધરા માટે નવી તારીખો જાહેર કરાશે અને બાકીના 8 મેદાન પર આજથી ફિઝિકલ ટેસ્ટ શરૂ કરાઈ છે.4 લાઈનમાં 50 ઉમેદવાર એમ એકવારમાં કુલ 200 ઉમેદવારને દોડાવવામાં આવશે,પાસ થવા માટે ઉમેદવારે વધુમાં વધુ 25 મિનિટમાં 12 રાઉન્ડમાં 5,000 મીટર દોડ પૂરી કરવાની રહેશે.