શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં લાંબી નોટ શૅર કરીને કહ્યું, સત્યમેવ જયતે

શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં લાંબી નોટ શૅર કરીને કહ્યું, સત્યમેવ જયતે
શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં લાંબી નોટ શૅર કરીને કહ્યું, સત્યમેવ જયતે

  બિઝનેસમેન તથા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મ બનાવવાના કેસમાં 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં રાજ કુંદ્રા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ દરમિયાન રાજ કુંદ્રાના પોર્ન રેકેટમાં અનેક વાતો સામે આવી છે. અત્યારસુધી શિલ્પા શેટ્ટીએ આ અંગે કોઈ વાત કરી નહોતી. શિલ્પાએ સો.મીડિયામાં હાલમાં જ એક પોસ્ટ શૅર કરી હતી.શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં કહ્યું હતું, 'હા, છેલ્લા થોડા દિવસ દરેક રીતે પડકારજનક રહ્યા છે. ઘણી જ અફવાઓ તથા આરોપો મૂકવામાં આવ્યા. મીડિયાએ ઘણી જ ખોટી રીતે મારી પર લાંછન લગાવ્યું અને કહેવાતા શુભેચ્છકોએ પણ આમ જ કર્યું. બહુ જ ટ્રોલ કરવામાં આવી અને સવાલો ઉઠાવવામાં આવ્યા. માત્ર મારી પર નહીં, પરંતુ મારા પરિવાર પર પણ. મારું સ્ટેન્ડ... મેં હજી સુધી આ અંગે કોઈ કમેન્ટ કરી નથી.હું મારું વર્તન આ જ રીતનું રાખીશ, કારણ કે આ કેસ કોર્ટમાં છે, આથી જ મહેરબાની કરીને મારા વતી ખોટી વાતો ફેલાવશો નહીં. હું સેલિબ્રિટી તરીકેની મારી ફિલોસોફી, 'ક્યારેય ફરિયાદ કરવી નહીં અને ક્યારેય ખુલાસો આપવો નહીં'ને અનુસરીશ. હું એમ જ કહીશ કે આ કેસમાં હજી તપાસ ચાલુ છે. મને મુંબઈ પોલીસ તથા ભારતીય કાયદા પર પૂરો વિશ્વાસ છે.પરિવાર તરીકે અમે કાયદાની મદદ લઈ રહ્યા છીએ, પરંતુ ત્યાં સુધી હું તમને વિનંતી કરું છું, ખાસ કરીને માતા તરીકે મારાં બાળકોને ખાતર અમારી પ્રાઇવસીને માન આપો અને વિનંતી કરું છું કે સત્યતા તપાસ્યા વગર ક્યારેય અડધી માહિતી છાપો નહીં. હું ગર્વથી ભારતીય નાગરિકનું પાલન કરતી વ્યક્તિ છું અને છેલ્લાં 29 વર્ષથી પ્રોફેશનલ લાઇફમાં ઘણી જ મહેનત કરું છું. લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો છે અને હું તેમનો વિશ્વાસ ક્યારેય તોડીશ નહીં.તેથી સૌથી મહત્ત્વનું, હું વિનંતી કરું છું કે આ સમયમાં મારા પરિવાર તથા મારા પ્રાઇવસીના મારા અધિકારને માન આપો. અમને મીડિયા ટ્રાયલની જરૂર નથી. મહેરબાની કરીને કાયદાને તેનું કામ કરવા દો. સત્યમેવ જયતે. હકારત્મકતા તથા કૃતજ્ઞતા સાથે - શિલ્પા શેટ્ટી કુંદ્રા.'