ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો:દિકરીઓએ કરી કમાલ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો:દિકરીઓએ કરી કમાલ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે.ભારતીય મહિલા હોકી  ટીમ પહેલી વખત ઓલિમ્પિકના સેમીફાઇનલમાં પહોંચી છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં 3 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું છે. ભારત તરફથી એકમાત્ર ગોલ ગુરજીત કૌરે 22મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પરથી કર્યો. હવે સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાનો સામનો 4 ઓગસ્ટે આર્જેન્ટિના સામે થશે. આર્જેન્ટિનાએ ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીને 3-0થી હરાવીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને પહેલી વખત ઓલિમ્પિકની સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. ગુરજીત કૌરના ગોલે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રેન્ડ થઈ રહ્યો છે. યુઝર્સનું કહેવું છે કે ક્રિકેટ પછી હોકીને પણ નવી ધ વોલ મળી ગઈ છે. ભારતીય ગોલકીપર સવિતા પુનિયાએ ઓસ્ટ્રેલિયાઈ ફોરવર્ડને એકલા હાથે સંભાળ્યા અને તેઓને એક પણ ગોલ ન કરવા દીધો.ક્રિકેટ માટે જે રીતે સ્ટેડિયમમાં ફેન્સ ઈન્ડિયા... ઈન્ડિયા બૂમો પાડતા હતા, હવે આ જ શબ્દોની ગુંજ હોકીમાં સંભળાઈ રહી છેરાજનેતાઓથી લઈને એક્ટર સહિત અનેક લોકોએ મહિલા હોકી ટીમને શુભેચ્છા આપી. અનેક લોકોએ ચક દે ઈન્ડિયાના કેપ્શન સાથે ઈન્ડિયન વિમેન્સ ટીમની તસવીર શેર કરી છે. સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર, કિરણ રિજિજૂ અને સ્મૃતિ ઈરાની સહિત અનેક મોટા નેતાઓએ પણ મહિલા ટીમને અભિનંદન આપ્યા. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરી લખ્યું કે મહિલા હોકી ટીમ પહેલી વખત સેમીફાઇનલમાં પહોંચી છે. 130 કરોડ લોકો દેશની મહિલા ટીમની સાથે છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ લખ્યું કે ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન દરેક લોકો માટે ગર્વ સમાન છે. કેટલીક જીત ઘણી જ યાદગાર હોય છે, તમને રમતા જોવા તે અમારા માટે ઘણો જ સારો અનુભવ છે.