સીએમ વિજય રૂપાણી સાથે સેલ્ફી લેનાર ઝલક પારેખ કોણ છે ? શું છે તેના સ્વપ્ન અને જીવનમાં શું બનવું છે તેને જાણો

સીએમ વિજય રૂપાણી સાથે સેલ્ફી લેનાર ઝલક પારેખ કોણ છે ? શું છે તેના સ્વપ્ન અને જીવનમાં શું બનવું છે તેને જાણો
સીએમ વિજય રૂપાણી સાથે સેલ્ફી લેનાર ઝલક પારેખ કોણ છે ? શું છે તેના સ્વપ્ન અને જીવનમાં શું બનવું છે તેને જાણો
સીએમ વિજય રૂપાણી સાથે સેલ્ફી લેનાર ઝલક પારેખ કોણ છે ? શું છે તેના સ્વપ્ન અને જીવનમાં શું બનવું છે તેને જાણો

મુખ્યમંત્રી સાથે કિશોરી ઝલક પારેખનો સંવેદનાસભર સંવાદ 

કોરોના કાળમાં અનાથ બનેલી કિશોરી ઝલક પારેખના ડોક્ટર બનવાના સ્વપ્નને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

 પોતાની અને પોતાના નાના ભાઈ દેવની કાળજી અને અભ્યાસની જવાબદારીનો હિંમતભેર કરી રહી છે સામનો


રાજકોટ,

૮ વર્ષ પહેલા પિતાની છત્રછાયા ગુમાવનાર રાજકોટની કિશોરી ઝલકની માતાનું મૃત્યુ પણ કોરોનામાં થતાં હવે તેનું અને તેના નાના ભાઈનું શું થશે ? એ યક્ષ પ્રશ્ન એને અત્યાર સુધી મુંઝવતો હતો. પરંતુ રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીને મળ્યા બાદ તેમની સાથે થયેલ સંવાદથી આ કિશોરી તેની અને તેના નાના ભાઈના ભવિષ્યથી નિશ્ચિંત બની ગઈ. 
મુખ્યમંત્રીશ્રી સાથે થયેલ મુલાકાત અને સંવાદની આ ઘટનાને વર્ણવતાં ગદગદીત સ્વરે ઝલક કહે છે કે, મારા પિતાના મૃત્યુ બાદ કોરોનાના કપરા સમયમાં મારી માતાનો હાથ પણ અમારી ઉપર ન રહયો મારી માતાનું મૃત્યું થતાં હવે અમારા બન્ને ભાઈ – બહેનનું કોણ ? એ મોટો પ્રશ્ન મારી સામે હતો પરંતું અમારી આ મુશ્કેલી મુખ્યમંત્રીશ્રીને મળવાથી દૂર થઈ ગઈ. મુખ્યમંત્રીશ્રીએ અમારા માતા – પિતાની જેમ જ અમને આજે હૂફ – સધિયારો આપ્યો છે, જેના કારણે હવે હું હાશકારો અનુભવું છું મને વિશ્વાસ છે કે, હવે અમને કોઇ જ  મુશ્કેલી નહીં પડે કારણ કે મારા અને ભાઇના માથે હવે રાજયના મુખ્યમંત્રીશ્રી રૂપાણીજીનો હાથ છે, તેમ ગૌરવભેર જણાવતા ઝલક વધુમાં ઉમેરે છે કે અમારા બન્ને ભાઇ બહેનના અભ્યાસની અને ઉજ્જવળ કારકિર્દીની જવાબદારી રાજય સરકાર લેશે તેવો સધીયારો આપવા સાથે અમને દરેક પ્રકારે મદદરૂપ બનવાનું પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે.  
ઝલકના પિતા નિપુલભાઈનું ૮ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. હાલમાં કોરોનામાં માતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ઝલક તેના નાના ભાઈ દેવ સાથે હાલમાં તેમના નાની સાથે રહે છે. ૧૨ માં ધોરણમાં સાયન્સની તેજસ્વી વિદ્યાર્થીની હાલ નીટની તૈયારી જોરશોરથી કરી રહી છે. માતા પિતાની છત્ર છાયા ગુમાવી ચુકેલી ઝલક તેના નાના ભાઈની અભ્યાસ સહિત દેખભાળની પણ એક વ્હાલી બહેન તરીકેની જવાબદારી નિભાવી રહી છે.
 માતા કોરોનામાં મૃત્યુ પામતા દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકોની સારવાર રૂપી સેવાના સ્વપ્નને સેવતી ઝલક ખુબજ આત્મવિશ્વાસ સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ સાથે મોકળા મને સાધેલા સંવાદમાં ડોક્ટર બની લોકોની સેવા કરવાની મહેચ્છા દર્શાવી હતી. જેને મુખ્યમંત્રીશ્રિએ બિરદાવી હતી.