કેન્દ્ર સરકારના ટોલનાકા નિયમનો ઉલાળિયો કરતા રાજકોટ થી જૂનાગઢ વચ્ચે આવેલા ટોલનાકા, બંને ટોલ પ્લાઝ્માથી પઠાણી ઉઘરાણી, વાહનચાલકોઓમાં ભયંકર રોષ 

કેન્દ્ર સરકારના ટોલનાકા નિયમનો ઉલાળિયો કરતા રાજકોટ થી જૂનાગઢ વચ્ચે આવેલા ટોલનાકા, બંને ટોલ પ્લાઝ્માથી પઠાણી ઉઘરાણી, વાહનચાલકોઓમાં ભયંકર રોષ 
કેન્દ્ર સરકારના ટોલનાકા નિયમનો ઉલાળિયો કરતા રાજકોટ થી જૂનાગઢ વચ્ચે આવેલા ટોલનાકા, બંને ટોલ પ્લાઝ્માથી પઠાણી ઉઘરાણી, વાહનચાલકોઓમાં સરકાર સામે ભયંકર રોષ 
 
રાજકોટ 
 
રાજકોટ જૂનાગઢ વચ્ચે આવેલા 2 ટોલનાકા વાહનચાલકોની પીડાનું કારણ બન્યા છે,  પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ટૂંકા અંતરના એક જ નેશનલ હાઇવે ઉપર આવેલા 2 ટોલનાકા પૈકી એક બગંધ કરવામાં આવશે, જોકે બંને ટોલનાકા પૈકી એક પણ બંધ નથી થયા અને બંને ટોલપ્લાઝા ઉપરથી બેરોકટોક પઠાણી ઉઘરાણીની જેમ ટોલ વસુલ કરવામાં આવે છે, એટલું જ નહિ જેતપુર પાસે આવેલું ટોલનાકું તો જેતપુર અને આસપાસના નાગરિકો ( વાહનચાલકો ) પાસેથી પણ વસૂલી કરે છે જેને છૂટ માંડવી જોઈએ આ મામલે સ્થાનિકોએ અનેક વખત વહીવટી તંત્રના કાન સુધી પોતાની વાત પહોંચાડી હતી છતાં જિલ્લા વહીવટી તંત્રના બાબુઓ જાણે કુંભકર્ણની ઊંઘમાં હોઈ તેમ આ ટોલ પ્લાઝા માંથી કોઈ એક ટોલને કાર્યરત રાખવા અંગે વિચારણા પણ કરતા નથી અને બંને ટોલપ્લાઝા ઉપરથી મોટી રકમની કમાણી તંત્રને થઇ રહી છે 
જેતપુર અથવા રીબડા બંને માંથી એક ટોલપ્લાઝાને બંધ કરવાની વારંવારની માંગણી છે છતાં આ મામલે કોઈ સક્રિયતા દાખવવામાં આવતી નથી, આ સ્થિતિને પગલે વાહનચાલકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ઉઘરાણી ટોલનાકા દ્વારા થઇ છે અને લોકો આક્રોશ મોદી સરકાર સામે વ્યક્ત કરે છે લોકો કહી રહ્યા છે કે ભાજપની સરકાર કેન્દ્ર અને રાજ્ય બંને તરફ છે છતાં અન્યાયી ઉઘરાણા યથવત રૂપથી ચાલી રહ્યા છે ખાસ તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું હોવ આ છતાં આવું થઇ રહ્યું છે જે ઉઘાડી લૂંટ જેવું છે