પ્રાથમિક શાળા નંબર ૧૦ દ્વારા   ઝાલાવાડ ની તમામ જ્ઞાતિ ના રણસૂરા શૂરવીરોના પાળીયાઓ ને શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા "શક્તિસૂત્ર રક્ષાકવચ" બાંધવામાં આવ્યા 

પ્રાથમિક શાળા નંબર ૧૦ દ્વારા   ઝાલાવાડ ની તમામ જ્ઞાતિ ના રણસૂરા શૂરવીરોના પાળીયાઓ ને શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા "શક્તિસૂત્ર રક્ષાકવચ" બાંધવામાં આવ્યા 
પ્રાથમિક શાળા નંબર ૧૦ દ્વારા   ઝાલાવાડ ની તમામ જ્ઞાતિ ના રણસૂરા શૂરવીરોના પાળીયાઓ ને શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા "શક્તિસૂત્ર રક્ષાકવચ" બાંધવામાં આવ્યા 

રક્ષણકર્તા ના રક્ષણ કાજે "ઇષ્ટદેશ ઝાલાવાડ ઇતિહાસ સંશોધન ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી પ્રાથમિક શાળા નંબર ૧૦ - હળવદ - ઝાલાવાડ ના સંયુક્ત ઉપક્રમે શ્રીરાજ ધામ ધ્રાંગધરા ના આશિષ અને અમિદ્રષ્ટી થી રાજભૂમી ગઢ હળવદ ની રાજહરા સાથે ના ઝાલાવાડ ની તમામ જ્ઞાતિ ના રણસૂરા શૂરવીરોના પાળીયાઓ ને શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા "શક્તિસૂત્ર રક્ષાકવચ" બાંધી ઇતિહાસીક પહેલ કરનાર તમામ ને વંદન સાથે અભિનંદન

આ જગત માં બે ઇતિહાસ સોનાના અક્ષરે લખવા જેવા છે, એક લોહી નું એક પણ ટીપુ પાડ્યા વિના ઇશ્વરે રચેલી આ સૃષ્ટિ અને બીજો લોહી નું એક પણ ટીપુ રેડ્યા વિના સૂતા જગત માં જાગૃત કરેલો ઇષ્ટદેશ ઝાલાવાડ, લોહી નું એક પણ ટીપુ પાડ્યા વિના સર્જેલી આ ભૂમિ ના રક્ષણ કાજે ઝાલાવાડ ની ચાર વર્ણ અને બોતેર જાતીએ લોહી ની નદીઓ વહાવી આ સંસ્કૃતિ નું રક્ષણ કરનાર પાદર પાળીયા ને આજ વિ.સ ૨૦૭૭ શ્રાવણ સુદ પૂર્ણિમા, નાળીયેરી પૂનમ, બળેવ, રક્ષારૂણી પૂનમ ને સૂર્યવાર તા. ૨૨. ૦૮. ૨૦૨૧ ના  રોજ ઝાલાવાડ પંથકમાં રાજભૂમી હળવદ ની "રાજહરા" ના તેમજ રાજહરા ની બહાર રહેલા તમામ જ્ઞાતિ ના પાળીયાઓ નું શ્રી પ્રાથમિક શાળા નંબર ૧૦ ના વિદ્યાર્થીઓ દ્વારા કંકુ, અક્ષત, દિપ, આદી થી પૂજન કરી ફેન્સી રાખડી ના બદલે પાટડી ની પ્રસાદીરૂપ  "શક્તિસૂત્ર રક્ષાકવચ" બાંધવાની ઝાલાવાડ ના ઇતિહાસ માં પ્રથમવાર આ અનોખી પહેલ કરી છે, 

આ "શક્તિસૂત્ર રક્ષાકવચ" ની રાહ ચિંધનાર શ્રી ઝાલા રાજવંશ ના વહિવંચા બારોટશ્રી તેમજ શ્રીરાજ ધામ ધ્રાંગધરા નો હ્રદય થી આભાર સાથે આ ત્રિરંગી શક્તિસૂત્ર રક્ષાકવચ વિના મૂલ્યે બનાવનાર મોરબી મચ્છુકાઠા ના દિકરાઓ, દિકરીબાઓ, સંશોધન મંડળ ના સભ્યો, તલવાર બાજી ટીમ શકત શનાળા નો હ્રદય થી આભાર સાથે પ્રચાર પ્રસાર ની કડિ જોડનાર વણા ગામ ના શ્રીયુત યશરાજસિંહ ઝાલા હાલ રહે હળવદ તથા શ્રી પ્રાથમિક શાળા નંબર ૧૦ ના શિક્ષક ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રેમી દિપકભાઇ ચૌહાણ  તેમજ આ પરંપરા ને ટકાવી નાખનાર હરએક નામી અનામી નો હ્રદય થી આભાર -  અસ્તુ - જય સૌરાષ્ટ્ર - જય ઝાલાવાડ 

લી. રાણાશ્રી કિશોરસિંહ ઝાલા ઓફ કંથારીયા 
(ઇતિહાસ સંશોધન સંપાદક શ્રીરાજ ધામ ધ્રાંગધરા તથા ઇષ્ટદેશ ઝાલાવાડ ઇતિહાસ સંશોધન ચેરીટેબલ ટ્રસ્ટ) 

પ્રચાર પ્રસાર શ્રીરાજ આજ્ઞા થી કર્તા -: ઇષ્ટદેશ ઝાલાવાડ ઇતિહાસ સંશોધન ચેરીટેબલ ટ્રસ્ટ ના સાથીદારો સર્વશ્રી 

શુભેચ્છક તથા સહયોગી -: શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ

પ્રેસ રિપોર્ટર અમિતજી વિધાંણી હળવદ