રાજ્યમાં શિયાળાના આગમનના એંધાણ, વહેલી સવારે તેમજ રાત્રીના ગુલાબી ઠંડીનો અહેસાસ

શિયાળાના આગમનના એંધાણ,વહેલી સવારે અને રાત્રીના ગુલાબી ઠંડીનો અહેસાસ કરતા લોકો

રાજ્યમાં ચોમાસાની વિદાય ની સાથે જ શિયાળાના આગમનના એંધાણ વર્તાઇ રહ્યા છે શરદઋતુ સમાપ્તિ તરફ છે અને હવે શિયાળો ભરપૂર જામે તેના પગરણ અત્યારથી વર્તાઇ રહ્યા છે રાત્રિના ઠંડો અને સૂકો પવન લોકો અનુભવી રહ્યા છે તો વહેલી સવારના ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને શિયાળાના આગમનની સાબિતી આપતો હોય તેવું લાગી રહ્યું છે ચોમાસુ છેલ્લે છેલ્લે ભરપૂર રહ્યું હોય તેમ આ વર્ષે શિયાળો ઠંડો અને હાડ થિજાવતી ઠંડી વાળો રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે હિમાલય વિસ્તારમાં તેમજ કાશ્મીરમાં પાળીયો ઉપર બરફ પડવાનું શરૂ થયું છે જેને પગલે ઉત્તરે પવનો ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અનુભવી રહ્યા હોય શિયાળાનું સત્તાવાર આગમન ટૂંક સમયમાં થઈ જશે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો વહેલી સવારના અને રાત્રીના નીચો આવી રહ્યો છે આ વર્ષે શિયાળો લાંબો રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરાય છે