દેશભરમાં પેટ્રોલની કિંમત આકાશે, બાલાઘાટમાં પેટ્રોલ 116 રૂપિયા પ્રતિ લીટર 

દેશભરમાં પેટ્રોલની કિંમત આકાશે, બાલાઘાટમાં પેટ્રોલ 116 રૂપિયા પ્રતિ લીટર 
દેશભરમાં પેટ્રોલની કિંમત આકાશે, બાલાઘાટમાં પેટ્રોલ 116 રૂપિયા પ્રતિ લીટર 
 
ન્યૂઝ ડેસ્ક 
 
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી છે, બાલાઘાટમાં પેટ્રોલ 116 રૂપિયા પ્રતિલિટરના ભાવે વેંચાઈ રહ્યું છે, તો ડીઝલનો ભાવ 106 રૂપિયા સુધી પહોંચી ગયો છે, દેશમાં આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે, દેશમાં છેલ્લા 15 દિવસમાં 4 રૂપિયાનો ભાવ વધારો પેટ્રોલ અને ડીઝલમાં થઇ ચુક્યો છે, ગુજરાતમાં પણ બંને ઉત્પાદનોમાં સતત વધારાથી સરકારની તિજોરી છલકાઈ રહી છે, ગુજરાતના ચારે મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલ 101 રૂપિયાને પાર પહોંચી ચૂક્યું છે તો ભાવ વધારાની સીધી અસર જનજીવન ઉપર પડી રહી છે લોકો હવે વ્યવહારમાં પોતાનું વાહન પણ આપતા નથી અને પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધતા હોવાથી બિનજરૂરી અવાર જવર ઉપર પણ સ્વયં નિયંત્રણ લાગુ કરી રહ્યા છે