ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર સેલના નામે ગ્રાહકો ;  સેલના નામે સંખ્યાબંધ બેકાર પ્રોડક્ટને ગ્રાહકને પધરાવી દેવામાં આવે છે

બિઝનેસ ડેસ્ક 
 
નવરાત્રી અને દિવાળી એ ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર પ્રોડક્ટ વેંચવાનો સૌથી મોટો તહેવાર છે, જોકે ગ્રાહકોને તહેવાર ઉપર આંજી નાખવા માટે અવનવી લાલચ આપીને બકરા બનવવામાં આવે છે અને સસ્તા અને સેલના નામે એવી પ્રોડક્ટ બટકાવી દેવામાં આવે છે જે થોડા સમયની જ મહેમાન હોઈ છે, નવરાત્રી અને દિવાળીને લઈને લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરે છે દેશમાં ખરીદીનું આ માર્કેટ એક લાખ કરોડથી વધુ નું માનવામાં આવે છે, ગ્રાહકો પોતાના કપડાં થી લઈને ઘર બહારના દીવાઓ પણ ઓનલાઇન મંગાવતા થયા છે જેને લઈને સ્થાનિક દુકાનદારોની છેલ્લા 5 વર્ષથીઉ દિવાળી બગાડી રહી છે ઇનામ ની લાલચ અને 100 ની વસ્તુઓ 10 રૂપિયામાં ગ્રાહકને સેવાની અને મોટા અને ખોટા ડિસ્કાઉન્ટની ચકાચોંધ દર્શાવી ઓનલાઇન કમ્પનીઓ મોટો વેપાર મેળવે છે, તો ગ્રાહકો ઓનલાઇન પ્રોડક્ટ ખરીદીને ઘણીવખત પસ્તાઈ છે અનેક વખત ડિલિવરીમાં લોચા રહે છે તો કમ્પનીના ડીલેવરી બોય સમયસર આવતા જ નથી, જોકે ઓનલાઇન કંપનીઓ નફા વગર કોઈ ઉત્પાદન વેંચતી જ નથી એટલે સમજી શકાય છે કે ગ્રાહકોને મોટું ડિસ્કાઉન્ટ આપ્યા બાદ પણ કંપનીઓ અને ઉત્પાદકો કમાણી કરે છે