પતંગિયા પાછળ દોડવાની ઉંમરે પતંગિયાને આકર્ષતો બગીચો બનાવતો રાજકોટનો તરવરિયો તરૂણ નિસર્ગ ત્રિવેદી

પતંગિયા પાછળ દોડવાની ઉંમરે પતંગિયાને આકર્ષતો બગીચો બનાવતો રાજકોટનો તરવરિયો તરૂણ નિસર્ગ ત્રિવેદી
પતંગિયા પાછળ દોડવાની ઉંમરે પતંગિયાને આકર્ષતો બગીચો બનાવતો રાજકોટનો તરવરિયો તરૂણ નિસર્ગ ત્રિવેદી

પતંગિયા પાછળ દોડવાની ઉંમરે પતંગિયાને આકર્ષતો બગીચો બનાવતો રાજકોટનો તરવરિયો તરૂણ નિસર્ગ ત્રિવેદી


લોકડાઉન દરમ્યાન પતંગિયાને આશ્રયસ્થાન પૂરૂં પાડતા છોડવાઓ નક્કામી પ્લાસ્ટિક બેગમાં ઉછેરી વિના મૂલ્યે વિતરણ કર્યું.


રાજકોટ 

રાજકોટના માત્ર ૧૩ તરૂણ નિસર્ગ ત્રિવેદીએ લોકડાઉનના સમયનો સદુપયોગ કરી રોજિંદા વપરાશની નક્કામી પ્લાસ્ટિકની કોથળીઓમાં વિવિધ પ્રકારના છોડવાઓ વાવી તેનું સગાં-સંબંધીઓમાં વિના મૂલ્યે વિતરણ કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે. આ માટે વન મહોત્સવના દિવસે રાજયસરકાર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.
        ૧૩ વર્ષનો સામાન્ય છોકરો પતંગિયાની પાછળ દોડવાની મનોકામના સેવતો હોય છે. અન્ય સામાન્ય છોકરાઓ લોકડાઉનના સમયમાં ટાઇમપાસ માટે જે-જે પ્રવૃત્તિઓ કરતા હોય, તેવી એકેય પ્રવૃત્તિમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર પિતાના સંતાન એવા નિસર્ગને રસ નહોતો પડતો. આથી વારસામાં મળેલા પર્યાવરણ પ્રત્યેનો લગાવને અનૂરૂપ નિસર્ગે પર્યાવરણના જતન માટે કંઇક અનોખું કરવા અંગે વિચાર્યું. આ માટે તેણે ઘરે આવતી તમામ પ્રકારની કોથળીઓમાં નાના નાના છોડવાઓ ઉછેર્યા. ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીને પતંગિયાને આકર્ષિત કરતા અને તરત વિકાસ પામતા નાના રોપાઓ નિસર્ગે પોતાના આંગણામાં જ ઉછેર્યા. શાકના બીજ વાવીને તેને નાની કોથળીઓમાં ઉછેર્યા અને પાડોશીઓ, સગાં-સંબંધીઓ અને પર્યાવરણનું જતન કરતા કોઇ પણ નાગરિકોને નિસર્ગે આ રોપાઓ તદ્દન વિના મૂલ્યે વિતરિત કર્યા.
        વિવિધ રોપાઓનું વાવેતર કરતાં કરતાં નિસર્ગે નોંધ્યું કે અમુક રોપાઓ પતંગિયાઓને પોતાના તરફ ખેંચે છે. આથી આ બાબતે નિસર્ગે માહિતી મેળવી પતંગિયાંઓને આકર્ષિત કરતા છોડવાઓ અને વૃક્ષોના વાવેતર પર હાથ અજમાવ્યો, જેને ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો, જેના ફલસ્વરૂપે આજે નિસર્ગની ઘરે પંદરથી વધુ વિવિધ પ્રજાતિઓના પતંગિયાઓ વસવાટ કરે છે.
હાલ નિસર્ગના ઘરે પારિજાત, કાંચનાર, પીલુડી, અરડુસી, સાગ, શેતુર, ઇકઝોરા, ટીકોમા, તુલસી ઉપરાંત શાકભાજીના ૨૦૦ થી વધુ રોપાઓ  કર્યું. નિસર્ગે જુદા-જુદા આયુર્વેદિક છોડવાઓનું પણ વાવેતર કર્યું છે, અને આયુષ આયુર્વેદિક નર્સરી તૈયાર કરી છે.
નિસર્ગના પર્યાવરણપ્રેમ અને તેણે કરેલી મહેનત બદલ રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ તરફથી નિસર્ગને સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.