પૂર્ણા દિવસની ઉજવણી નિમિતે રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં હેન્ડવોશિંગ હરિફાઇ યોજાઇ

પૂર્ણા દિવસની ઉજવણી નિમિતે રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં હેન્ડવોશિંગ હરિફાઇ યોજાઇ

પૂર્ણા દિવસની ઉજવણી નિમિતે રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં હેન્ડવોશિંગ હરિફાઇ યોજાઇ

રાજકોટ

રાજકોટ જિલ્લાની ૧૩૫૬ આંગણવાડીમાં પુર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં કિશોરીને સ્વચ્છતા વિશે સમજાવવા માટે હેન્ડ વોશિંગ હરિફાઈ યોજાઇ હતી. જેમાં કિશોરીને હેન્ડ વોશિંગના સ્ટેપ્સ શીખવાડવામાં આવ્યા હતા. 
પ્રોગ્રામ ઓફીસરશ્રી જિજ્ઞાસા દવેના માર્ગદર્શન હેઠળ કોટડાસાંગાણીના રામોદ ગામમાં પણ આવી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સીડીપીઓશ્રી પૂજાબેન જોશી પુર્ણા કન્સલટન્ટશ્રી શ્રદ્ધાબેન રાઠોડ, મુખ્યસેવિકાશ્રી નીરૂબેન તેમજ વર્કર બહેનો હાજર રહયા હતા. આ કાર્યક્રમ કિશોરી દ્વારા ૪૮ પ્રકારની પુર્ણા શક્તિમાંથી વિવિધ વાનગીઓ બનાવાઇ હતી. તેમજ પુર્ણા શક્તિમાંથી લાઈવ કિશોરી દ્વારા કેક બનાવવામાં આવી હતી. તેમ આઇસીડીએસ વિભાગની યાદીમાં જણાવાયુ છે.