‘‘રાજયવ્યાપી પોષણ માસ’’ની ઉજવણી જિલ્લાઓની ૧૨૪૫૦ કિશોરીઓ અને આંગણવાડી કર્મચારીઓએ મેળવી  એનીમિયા વિષેની સમજ

‘‘રાજયવ્યાપી પોષણ માસ’’ની ઉજવણી જિલ્લાઓની ૧૨૪૫૦ કિશોરીઓ અને આંગણવાડી કર્મચારીઓએ મેળવી  એનીમિયા વિષેની સમજ

‘‘રાજયવ્યાપી પોષણ માસ’’ની ઉજવણી જિલ્લાઓની ૧૨૪૫૦ કિશોરીઓ અને આંગણવાડી કર્મચારીઓએ મેળવી 
એનીમિયા વિષેની સમજ


રાજકોટ 

રાજયભરમાં સપ્ટેમ્બર-૨૦૨૧ માસની ‘‘પોષણ માસ’’ તરીકે થઇ રહેલી ઉજવણી અંતર્ગત રાજકોટ જિલ્લાની ૧૩૬૦ આંગણવાડી કેન્દ્રોની ૧૨૪૫૦ કિશોરીઓ અને આંગણવાડી કર્મચારીઓએ ‘‘યુનિસેફ’’ સંસ્થા દ્વારા બનાવાયેલ એનીમીયા અંગેનો વીડિયો જોઇને એનીમિયાના રોગ વિષેની સમજ મેળવી હતી.
         રાજકોટ આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ‘‘પોષણ માસ’’ની દરેક તાલુકામાં જોરશોરથી ઉજવણી થઇ રહી છે. જેમાં આઈ.સી.ડી.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસરશ્રી શ્રીમતી જીજ્ઞાશાબેન દવેના માર્ગદર્શન હેઠળ પોષણ માસને સફળ બનાવાના પ્રયત્નો કરાઇ રહ્યા છે. ઘરેઘર સુધી પોષણ અંગેના સંદેશ પહોચાડી રહ્યા છે. રાજકોટ જીલ્લાની ૧૩૬૦ આંગણવાડી કેન્દ્રોમાં અલગ અલગ એક્ટીવીટી કરવામાં આવી રહી છે. આજ રોજ પોષણ માસ અંતર્ગત બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. તેમજ કિશોરીઓને એનીમિયા વિષે સમજ પૂરી પાડવામાં આવી હતી. તેમજ THR(ટેઇક હોમ રાશન)માંથી અલગ અલગ વાનગી કઇ રીતે બનાવી શકાય, તેનું નિદર્શન કરવામાં આવેલ હતું. આ સમગ્ર કાર્યક્રમમાં મહિલા,  બાળ અને યુવા પ્રવૃતિના ચેરમેનશ્રી રાજેશભાઈ ચાવડા, ડૉ. ગોહિલ, રાજકોટ ગ્રામ્યના સી.ડી.પી.ઓ.  મનીષાબેન રાઠોડ, રાજકોટ ઝોનના રીજીયોનલ પૂર્ણા કન્સલ્ટન્ટ ડૉ. વંદનાબેન સોલંકી, રાજકોટ જીલ્લાના પૂર્ણા કન્સલ્ટન્ટ શ્રદ્ધા રાઠોડ તેમજ આઈ.સી.ડી.એસ. અને આરોગ્ય ટીમ હાજર રહેલ હતી. તેમજ રાજકોટ જીલ્લાના દરેક તાલુકામાં પોષણ રેલી યોજવામાં આવી હતી. જેમાં કિશોરીઓ અને મહિલાઓ જોડાઈ હતી. આ રેલીનો મુખ્ય ઉદેશ્ય ઘર ઘર સુધી પોષણ વિષે ખ્યાલ પહોંચાડવાનો હતો. આ રેલીને લોકોએ બહોળો પ્રતિસાદ મળેલ હતો.