'કાલા જઠેરી' કોણ છે ? જે 5 રાજ્યોમાં વોન્ટેડ છે 

wanted-notorious-gangster-kala-jathedi-arrested

'કાલા જઠેરી' કોણ છે ? જે 5 રાજ્યોમાં વોન્ટેડ છે 
'કાલા જઠેરી' કોણ છે ? જે 5 રાજ્યોમાં વોન્ટેડ છે 

'કાલા જઠેરી' કોણ છે ? જે 5 રાજ્યોમાં વોન્ટેડ છે 

 
ક્રાઇમ પોસ્ટ
 
દિલ્હી, યુપી, હરિયાણા પંજાબ,રાજસ્થાન આ પાંચો રાજ્યોમાં આતંક છે કાલા જઠેરી નામના ગેન્ગસ્ટરનો,  હરિયાણા પોલીસ, દિલ્હી, પોલીસ,યુપી પોલીસ,રાજસ્થાન અને પંજાબ પોલીસ પણ કાલાને શોધી રહી છે, કાલા જઠેરીએ મચાવેલા આતંક અને ખડકેલાં સામ્રાજ્યથી અનેક નાના ગુંડાઓ થરથર ધ્રૂજે છે આતંક પણ જેવો તેવો નહિ બાહુબલી પહેલવાનો પણ કાલા થી ડરે છે અને દૂર જ રહે છે 
 
હરિયાણા સોનીપતનો રહેવાસી છે કાલા જઠેરી અને તેને યુવાનીના દિવસોથી જ ગુંડાગીરી અને ગેંગ બનવવા ઉપર પોતાની  શક્તિ લગાવી દીધી, ગેંગસ્ટર કાલા જઠેરીનું સાચું નામ સંદીપ છે,  જે હરિયાણાના સોનિપતથી પોતાની આતંકની ગેંગ શરૂ કરી પાંચ રાજ્યો સુધી વિસ્તરી દીધી છે , કાલા ના ગેંગમાં સંખ્યાબંધ ગુન્ડાઓ અને બાહુબલી પહેલવાનોને નામ છે , હાલમાં જ સાગર ધનકાળ નામના પહેલવાન ની હત્યા મામલે ઓલમ્પિક વિજેતા રેસલર સુનિલ કુમારનું આરોપી તરીકે નામ સામે આવ્યા બાદ સોનુ મહલ ગેંગ અને કાલા જઠેરી ગેંગના નામ સામે આવ્યા હતા અને ત્યારથી કાલા જઠેરી ચર્ચામાં છે.. સોનુ મહેલ કાલા જથેરીનો ભાણો થાય છે અને તે મમ ની જેમ જ ચર્ચાસ્પદ ગેંગસ્ટર છે કાલા જઠેરી સામે પહેલો કેસ 2004 માં દિલ્હી ખાતે દાખલ કરાયો હતો અને ત્યારથી તે ગુન્હાઓની દુનિયામાં ઊંડો ઉતારતો જાય છે , કાલા ક્યારેક મલેશિયા તો ક્યારેક દુબઇ માં રહીને પોતાની ગેંગ ઓપરેટ કરતો હતો હાલ માં જ તે પોલીસ ના હાથમાં ઝડપાયો છે કાલા વિવાદિત ઇમારતો અને મિલ્કતો માં વચચેટિયા ની ભૂમિકા ભજવી ને સંધાનના નામે પૈસા પડાવતો અને ક્યારેક મિલકત પણ પચાવી પડતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે તેને ક્યાં ક્યાં કાલા કામોને અંજામ આપ્યો છે તેનો ખુલાસો હવે થવાનો છે,
કાલા જઠેરી હાલમાં જ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયો છે કાલા સાથે તેની લિવ ઈન પાર્ટનર અનુરાધા પણ પોલીસના હાથમાં આવી છે તે રાજસ્થાનમાં મોટી રકમની ખંડણી ઉઘરાવતી હોવાનું સામે આવ્યું છે કાલા હવે પોલીસ સમક્ષ પોતાના કાલા કામોનો ખુલાસો કરશે